<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે સાવચેતીના ભાગરૂપે વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર,જેટી,હોટલો,વાહન ચેકિંગ અને ધાર્મિક સ્થળોએ ચેકિંગ

બી.ડિ.ડિ.એસ. ની ટીમ દ્વારા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ ચેકીંગ હાથ ધરાયુ :હાલ પેટ્રોલિંગ ચાલુ

 જામનગર : દિલ્હી મુકામે બનેલ વિસ્ફોટના બનાવ અનુસંધાને જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહનની સૂચના મુજબ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક તથા જામનગર શહેર  વિભાગ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બી તથા એસ.ઓ.જી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે  સાવચેતીના ભાગરૂપે વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર,જેટી,હોટલો,વાહન ચેકિંગ તેમજ ધાર્મિક સ્થળોએ ચેકિંગ  હાથ ધરવામાં આવેલ તેમજ બી.ડિ.ડિ.એસ. ની ટીમ દ્વારા બસ સ્ટેશન,  રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ અને હાલ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ છે  .

(12:28 AM IST)