<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

વિસાવદરના મોટી મોણપરી ગામે મહાકાળી મંદિરે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૧: વિસાવદર તાલુકાનાં મોટી મોણપરી ગામે શ્રી મહાકાળી માતાજીના મંદીરે શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવેલ હતુ. કથાના વક્‍તા શરદભાઇ વ્‍યાસ વાંચી રહ્યા હતા. શ્રીમદ્‌ ભાગવત કથા ઝાલાવાડીયા પરિવારના પિતૃ મોક્ષાર્થે તેમજ મોટી મોણપરી ગામના કલ્‍યાણ અર્થે રાખવામાં આવેલ કથાની પુર્ણાહૂતી આ કથા દરમિયાન અંતર્ગત અલગ અલગ ઉત્‍સવો રાખવા માં આવેલ જેવાકે રામ જન્‍મોત્‍સવ,કૃષ્‍ણજન્‍મોત્‍સવ,ગોવર્ન પૂજા, રૂક્ષમણી વિવાહ,દશાંશ યજ્ઞ, રોજ સવારે પોથી પૂજન,તેમજ રાત્રી દર્મીયાન રાત્રીના કાર્યક્રમો સંતવાણી, ઠાકોરના લગ્નગીત, લોકડાયરો, સમુહ રાસ ગરબાજેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. આ પ્રસંગે સંતો મહંતો અને નામી અનામી રાજકીય-સામાજીક મહાનુભાવો હાજર રહ્યા હતા

(9:56 AM IST)