<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ચોરવાડના યુવાનનું પાણીના ટાંકા પરથી પડી જતા મૃત્‍યુ

ભૂલથી ઝેરી દવા પી લેતા મોટી ઘંસારીના વૃધ્‍ધનું મોત

 

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧: ચોરવાડના યુવાનનું પાણીના ટાંકા પરથી પડી જતા અને ભૂલથી ઝેરી દવા પી લેતા મોટી ઘંસારીના વૃધ્‍ધનું મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી.

માળીયાહાટીના તાલુકાના ચોરવાડમાં રહેતા ભોજાભાઈ વરજાંગભાઈ ચુડાસમા ઉ.વ. ૩૦ નામનો યુવાન ગઈકાલે વહેલી સવારે  પાણીના ટાકે પાણી જોવા ગયો હતો ત્‍યારે કોઈપણ કારણસર પગ લપસી જતા પાણીના ટાંકા ઉપરથી પડી જતા કપાળમા ડાબી બાજુ ઈજા થતા તેનું મૃત્‍યુ નિપજ્‍યું હતું.

આ બનાવ અંગે ચોરવાડ પોલીસે કરશનભાઈ વરજાંગભાઈ ચુડાસમાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.

જ્‍યારે કેશોદ તાલુકાના મોટીઘંસારી ગોગનભાઇ જીવાભાઇ ગરચર ઉ.વ. ૬૦ નામના વૃધ્‍ધ પોતાની જાતેથી ભુલથી ઝેરી દવા વાળા ગ્‍લાસમાં પાણી પી જતા સારવાર દરમ્‍યાન તેનું મૃત્‍યુ થતા પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.(૨૩.૮)

(10:16 AM IST)