<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

પોરબંદરમાં શનિવારે અને માધવપુરમાં રવિવારે એકતા પદયાત્રા

મનસુખભાઇ માંડવિયા અને અર્જૂનભાઇ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં સરદાર પટેલની ૧પ૦માં જયંતિ ઉજવણી અંતગર્ત આયોજનઃ લોકોને જોડાવવા જાહેર આમંત્રણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧: લોખંડી પુરૂષ સરદાર પટેલની ૧પ૦ જયંતી ઉજવણી હેઠળ પોરબંદર ચોપાટીથી તા. ૧પ શનિવારે બપોરે ૪ વાગ્‍યે તેમજ કુતિયાણા મત વિસ્‍તારમાં મુળ માધવપુરથી તા. ૧૬ રવિવારે સવારે ૯ વાગ્‍યે પદયાત્રાનું આયોજન કરેલ છે.

રાજ્‍ય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્‍મ જયંતિ અંતર્ગત પોરબંદર જિલ્લા માં યોજાનાર બે પદયાત્રા અંગે માહિતી આપી હતી. અર્જુનભાઈ મોઢવાડીયા એ જણાવ્‍યું હતું કે,  ભારતીય અખંડિતતાના જનક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ  નિમિત્તે કેન્‍દ્ર સરકારે મહત્‍વની જાહેરાત કરી હતી. સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિત્તે બે વર્ષના રાષ્‍ટ્રવ્‍યાપી કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિને ‘રાષ્‍ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. તે ઉપરાંત ભારત સરકાર, ૨૦૨૪ થી ૨૦૨૬ સુધી બે વર્ષ લાંબી દેશવ્‍યાપી ઉજવણી સાથે તેમની ૧૫૦મી જન્‍મજયંતિની ઉજવણી કરશે.

આ ઉજવણી તેમણે દર્શાવેલી અસાધારણ સિદ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રમાણ બનશે. જે અંતર્ગત માય ભારત પોર્ટલ ઉપર અત્‍યારે ડિજિટલ ચેલેન્‍જ અભિયાન ચાલુ છે અને હવે બીજા તબક્કા માં પદયાત્રીઓ ના આયોજન થનાર છે જેમાં પોરબંદર જિલ્લા માં પણ પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર અભિયાન નું નેતળત્‍વ આપણા પોરબંદરના સાંસદ અને ભારત સરકાર ના રમત ગમત અને યુવા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા કરી રહ્યા છે.

પોરબંદર શહેર માં તા. ૧૫ શનિવારે બપોરે ૪:૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રા ચોપાટી પાસે આવેલ કનકાઈ મંદિરે પ્રસ્‍થાન થશે ત્‍યાંથી કલેક્‍ટર બંગલો, પેરેડાઈઝ ફુવારા, જૂના ફુવારા, શિવા બેકર, ખાદી ભંડાર, માણેક ચોક, શીતળા ચોક, હરીશ ટોકીઝ થઈ રેલ્‍વે સ્‍ટેશન પાસે આવેલ સરદાર પટેલ ની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.

કુતિયાણા મત વિસ્‍તાર ની પદયાત્રા તા. ૧૬ રવિવાર સવારે ૯ વાગ્‍યે મૂળ માધવપુર થી માધવપુર અને પાતા ગામ સુધી યોજાશે.

આ બન્ને પદયાત્રા ભારત સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયાના નેતળત્‍વ માં યોજાશે તેમજ રાજ્‍ય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા,  પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પરબતભાઇ પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત જિલ્લા ભાજપ ના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

આ પદયાત્રા માં સૌ પોરબંદર ના નાગરિકો જોડાવવા રાજ્‍ય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ અપીલ કરી છે.

આ પદયાત્રાના આયોજન માટે જિલ્લા ના ઈનચાર્જ તરીકે ખીમજીભાઇ મોતીવરસ, સહ ઈનચાર્જ મસરી ભાઈ ખુંટી, મીતાબેન થાનકી, લક્કિરાજસિંહ વાળા, અને માય ભારત મંત્રાલય પોરબંદર ના જિલ્લા ના સભ્‍ય નીરવભાઈ દવે ની નિમણૂક કરવામાં આવી છે. મીડિયા વિભાગ ના પોરબંદર જિલ્લા ના સહ કન્‍વીનર શ્રી હર્ષભાઈ રૂઘાણી દ્વારા યાદી દ્વારા  જણાવાયું છે.

(11:16 AM IST)