News of Tuesday, 11th November 2025
મુસાફરના રૂ.૧૦ લાખનો મુદ્દામાલ શોધી પરત આપી ‘તેરા તુજકો અર્પણ'નું સુત્રને સાર્થક કરતી મહુવા પોલીસ

ભાવનગરઃ મહુવા પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાનમાં રાજુલાના રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા એ પો.સ્ટે.આવી જણાવેલ કે પોતે રાજુલાથી પોતાના સોનાના હાર નંગ-૨ , મગમાળા નંગ-૧ તથા બુટ્ટી જોડ નંગ-૧ તથા સોનાના બટન નંગ-૩ તથા રોકડ રકમ રૂપીયા ૨૬૫૦૦/- મળી કુલ કિંમત રૂ. ૧૦ લાખ મુદામાલ લઈ મહુવા ખાતે નવા સોનાના દાગીના બનાવવા માટે આવેલ હતા તેઓ મહુવા એસ.ટી.બસ સ્ટેશનથી રીક્ષામાં બેસી સોની બજાર ગયેલ જ્યા તેઓ થેલો ભુલી ગયેલ હતા. બાદ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ એ અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટીવી ફુટેઝ આધારે રીક્ષા નંબર મેળવી તથા રીક્ષાના ડ્રાઈવર ઈકબાલભાઈ દાદુભાઈ અગવાન રહે હેન્ડલનગર ખારામાં મહુવાવાળાને શોધી કાઢી થેલો પરત મેળવી સરકારશ્રીનાં ‘તેરા તુજકો અર્પણ' સુત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે. આ કામગીરી માં પો.ઇન્સ. કે.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ અના.હેડ કોન્સ.એ.કે.પંડયા તથા પો.કોન્સ.જીતેન્દ્રભાઇ કાતરીયા તથા પો.કોન્સ.ધરમેન્દ્રસિંહ વાળા તથા પો.કોન્સ.શંભુભાઇ ડાભી પો.કોન્સ. વિજયભાઇ પંડયા તથા પો.કોન્સ. વિજયભાઈ બાબુભાઈ જોડાયા હતા.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
