હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નારી સશકિત કરણ-મહિલાઓની સુરક્ષા સંબંધે લીગલ એઇડ કિલનીક દ્વારા મારવાડી કોલજેમાં કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૧ : રાષ્ટ્રીય લીગલ સર્વિસિસ ઓથોરિટી દિવસની ઉજવણી તરીકે ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મારવાડી યુનિવર્સિટીના સત્યાર્થિ બિલ્ડિંગના મૂટ કોર્ટ હોલમાં ઉજવણી યોજાઈ હતી.
કાર્યક્રમનું ારંભ સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્ય અતિથિ મતી હેતલ પટેલ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-૧, રાજકોટ, વિશિષ્ટ અતિથિ મતી વાગીશા જોશી, સુીટેંડેંટ ઓફ પોલીસ (જિલ્લા જેલ), રાજકોટ અને એચ. વી. જોટાણિયા, ફુલ-ટાઈમ સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટી, રાજકોટના આગમનથી થયું. ત્યારબાદ દીપ જ્વલન અને સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
ફેકલ્ટી ઓફ લો ના ડીન ડૉ. ઈશિતા ચેટર્જીએ સ્વાગત ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નારી શક્તિ માત્ર રણાષાોત નથી, પરંતુ સમાજના પરિવર્તનનો આધાર સ્તંભ છે.
મુખ્ય અતિથિ મતી હેતલ પટેલે પોતાના વચનમાં મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સમાજમાં સમાન હક્ક અંગે વિશદ ચર્ચા કરી. તેમણે વિદ્યાર્થીઓને નારી સશક્તિકરણ માટે કાર્ય કરવા ેરણા આપી.
વિશિષ્ટ અતિથિ મતી વાગીશા જોશી, સુીટેડેટ ઓફ પોલીસ (જિલ્લા જેલ), રાજકોટ એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ૅમહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, પરંતુ સમાજમાં માનસિક અવરોધો તોડવા માટે શિક્ષણ અને જાગળતિ ખૂબ જ જરૂરી છેર્.ં
એચ. વી. જોટાણિયા, ફુલ-ટાઈમ સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટી, રાજકોટ એ કાયદાકીય સેવા અને મહિલાઓના હક્કોની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે લીગલ એઈડ ક્લિનિકના વિદ્યાર્થીઓને સમાજ માટે ઉપયોગી સેવા આપવાની અપીલ કરી.
કાર્યક્રમના અંતે ડૉ. તિષ્ઠા યાદવે, ફેકલ્ટી કન્વીનર, લીગલ એઈડ ક્લિનિકે આભારવિધી આપી અને તમામ અતિથિઓ તથા ઉપસ્થિત સભ્યોનો આભાર માન્યો. ડૉ. તિષ્ઠા યાદવે કાર્યક્રમની આગેવાની સંભાળી હતી. મહિલા સેલ કોઓર્ડિનેટર ડૉ. દેબોલીના ભટ્ટાચાર્ય અને સાહિત્યિક ક્લબ કોર્ડિનેટર ાંતિક બસક, પારુલ શુક્લા અને ગુરનુર મૂતરેજા એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
