<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

કાલે શ્રી કાલભૈરવ જયંતિઃ પાલીતાણા સ્‍થિત શ્રી કાલભૈરવ પીઠ ખાતે મહાયજ્ઞ-અન્‍નકૂટ દર્શન

રૂદ્રાભિષેક, મહાઆરતિ, શણગાર દર્શનઃ ભાવિકોએ લાભ લેવા રમેશભાઇ શુકલનો અનુરોધ

રાજકોટઃ પાલીતાણા સ્‍થિત શ્રી કાલભૈરવ પીઠે આવતી કાલે તા. ૧ર ને બુધવારે, કારતક વદ-૮ કાલાષ્‍ટમી શ્રી ભૈરવ જયંતિ ઉજવાશે.

આ નિમિતે આવતીકાલે સવારે ૬:૩૦ કલાકે રૂદ્રાભિષેક , બપોરના ૧ર કલાકે અન્‍નકુટ દર્શન, સાંજના ૭ કલાકે મહાઆરતી, બપોરના ૪ કલાકે શણગાર દર્શન, મહાયજ્ઞ ૮ કલાકે થશે, ભાવિક ભકતોને દર્શનનો લાભ લેવા શ્રી રમેશભાઇ શુકલ (શ્રી કાલભૈરવપીઠ દ્વારા અનુરોધ કરાયો છે.  

 શ્રી કાલભૈરવ ઉત્‍પતિ ાા શ્રી કૈલાસપર્વતપર શિવજી બેઠા છે દેવતાઓની સભા છે શ્રી બ્રહ્માજીના ચાર મુખમાંથી વેદના મંત્રો સંભળાય છે, એમાં એક મુખ વારંવાર હાસ્‍ય કરતું હતું.

ખડખડાટ હસતુ હતું ત્‍યારે ભગવાન શિવજીએ કહયું તુમ મૌનમ્‌ હો જાવ. તુ઼ મૌન થઇ જા પરંતુ એ મુખ હસતુ બંધ ન થયું શિવજીને સાંભળવામાં વિક્ષેપ થયો અને ક્રોધ આવે છે.

શિવજીએ જટા પછાડી અને જટામાંથી એક ભયંકર સ્‍વરૂપ પ્રગટ થયુ જે કાલ સ્‍વરૂપ હતું શિવજીને પ્રણામ કરીને કહયું પ્રભુ હુકમ કરો, શિવજીએ કહયું કે આનું શિર છેદન કરો એટલે શ્રી કાલભૈરવ શ્રી બ્રહ્માજીનું મસ્‍તક પોતાના નખવડે છેદન કરે છે.

શ્રી ભૈરવજીને પણ બ્રહ્મહત્‍યાં લાગી સારી ભૂમંડળ પર ધુમે છે.

બ્રહ્મહત્‍યાં શ્રી ભૈરવજીની પાછળ પાછળ દોડે છે શિવજીને કહયું-પ્રભુ આ મારી પાછળ આવે છે કોઇ રસ્‍તો બતાવો, શિવજીએ કહયું કે તું સારા ધરતી પર ફરજે જયારે તારા હાથમાંથી ખોપરી હાથમાંથી નીચે  પડી જાય ત્‍યારે માનજે તારશી બ્રહ્મહત્‍યા નષ્‍ટ થઇ જશે. શ્રી કાલભૈરવ હાથમાં ખોપરી લઇને દોડે છે. કાશી ક્ષેત્રમાં ગંગાજી ઉપરથી કુદવા જાય છે ત્‍યાં શ્રી ભૈરવાના હાથમાંથી ખોપરી નીચે પડી જાય છે બ્રહ્મ હત્‍યા નષ્‍ટ થઇ જાય છે શિવજીના આદેશથી શ્રી કાલભૈરવ ત્‍યાં બેસી જાય છે જે જગ્‍યાનું નામ કપાલ મોચન પડયું છે. શ્રી કાલભૈરવ કાશીના ક્ષેત્રપાલ છે.પાલીતાણા સ્‍થિત કાલભૈરવ પીઠે આવતી કાલે આયોજીત કાર્યક્રમમાં લાભ લેવા શ્રી રમેશભાઇ શુકલ (મો. ૯૪૨૬૪ ૬૮૮૩૬) દ્વારા અનુરોધ કરાયો છે.

(12:18 PM IST)