News of Tuesday, 11th November 2025
દિલ્હી બોમ્બ બ્લાસ્ટના પગલે કચ્છમાં પોલીસ દ્વારા આડેસર અને સુરજબારી ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ),તા. ૧૧: દિલ્હીમાં થયેલાં કારમાં વિસ્ફોટના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા પોલીસને એલર્ટ રહેવા આદેશ કરાયો છે. જેને પગલે કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પોલીસને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે સતર્કતા સાથે કચ્છ ના પ્રવેશદ્વાર એવા છે આડેસર અને સુરજબારી પોલીસ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ શરૂ કર્યું છે. કચ્છમાં પ્રવેશ કરતા અને કચ્છમાંથી જિલ્લા બહાર જતા તમામ વાહનો અને લોકોની સઘન તપાસ આડેસર પીઆઈ જે.એમ.વાળા તથા સામખિયાળી પીઆઈ વી.કે ગઢવી દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. (તસ્વીરઃ મુકેશ રાજગોર, રાપર)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
