તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Tuesday, 11th November 2025
પોરબંદરમાં ૧૦૦ કરોડના ખર્ચે મીની સાયન્સ સીટી આકાર પામશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧ : ચેમ્બર ઓફ કોમર્સના અભિવાદન સમારોહમા પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની મહત્વની જાહેરાતમાં પોરબંદરમા કરોડો રૂપીયાન ખર્ચે ૧૦૦ કરોડના સાયન્સ સીટી તથા ઇન્ડોર સ્ટેડીયમ બનાવામા આવશે તેમ જણાવેલ છે.
કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા સતત પ્રયત્નશીલ છે.રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનાવાની જાહેરાત બાદ કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વધુ એક મહત્વની જાહેરાત કરી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજીત અર્જુનભાઇ મોઢવાડીયાના અભિવાદન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા અને તેમની ટીમ દ્રારા અર્જુનભાઇ મોઢવાડીયાનુ અભિવાદન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે વેપારીઓને સંબોધતા કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ એવુ જણાવ્યુ હતુ કે પોરબંદરના વિકાસ માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. માત્ર હકારાત્મક વાતવારણ ઉભુ કરવાની જરૂર છે. પોરબંદરમા ઇન્ડોર સ્પોર્ટ સંકુલનુ આયોજન કરવામા આવ્યુ છેઁ. તો આવતા વર્ષના બજેટમા પોરબંદરમા ૧૦૦ કરોડના ખર્ચે મીની સાયન્સ સીટી બનાવા માટેનુ પણ આયોજન ચાલી રહ્યુ છે.
પોરબંદરના વિકાસ માટે સ્વરછતા પર મોઢવાડીયાએ ભાર મુકયો હતો આગામી દિવસોમા દ્રારકા અને સોમનાથને ટકકર મારે તેવુ ટુરીઝમ સેન્ટર બનાવની દિશામા પણ પ્રયાસો ચાલી રહ્યા છે. તેમ પણ અજર્ુેનભાઇ મોઢવાડીયાએ જણાવ્યુ હતું.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
