તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૭ મંગળવાર
News of Wednesday, 12th November 2025
મનસુખભાઇ ટ્રેનમાં બેસીને રાજકોટથી પોરબંદર જશેઃ ઠેરઠેર સ્વાગત કાર્યક્રમો
મનસુખભાઇ સાથે અર્જુનભાઇ મોઢવાડિયા, પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા ટ્રેનમાં મુસાફરી કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. શુક્રવારે તા. ૧૪ મીએ રાજકોટ-પોરબંદર નવી શરૂ થઇ રહેલી ટ્રેનને લીલીઝંડી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા તેમની સાથે કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા તથા રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, આ ટ્રેનમાં બેસીને રાજકોટથી પોરબંદર જશે. મનસુખભાઇ સહિત મહાનુભાવોનું ટ્રેનના રૂટ ઉપર વિવિધ રેલ્વે સ્ટેશનો ઉપર સ્વાગત-સન્માનના કાર્યક્રમોનું આયોજન થયું છે.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાનું તેમજ સાથે મહાનુભાવોનું રાજકોટ - પોરબંદર ટ્રેનમાં પ્રવાસ દરમિયાન વિવિધ રેલ્વે સ્ટેશનો ઉપર સ્વાગત સન્માન કરાશે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ તથા મહાનુભાવો ટ્રેન બેસી મંત્રી રાજકોટ થી પોરબંદર જશે.
રાજકોટ-પોરબંદર ટ્રેનમાં ખુબ ટૂંકા સમયમાં ઝડપી રેલ સેવાનો પ્રારંભ કરાવનાર પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાનું ૧૪મી નવેમ્બરે અનેક રેલ્વે સ્ટેશને વિવિધ મંડળો દ્વારા સ્વાગત માટે તૈયારી શરૂ થઇ છે. મનસુખભાઇએ તાજેતરમાં પોતાના મત વિસ્તારમાં બે વિમાન સેવાનો પ્રારંભ કર્યા બાદ હવે એક સાથે બે ટ્રેન ફાળવતા લોકોમાં સ્વાગત સન્માન માટે ઉત્સાહ બમણો થઇ ગયો છે.
અત્યાર સુધી રાજકોટ-પોરબંદર વચ્ચે એક ટ્રેન દોડતી હતી, હવે દરરોજ એક સાથે ત્રણ ટ્રેન દોડશે.
પોરબંદર-રાજકોટ-
પોરબંદર હવે દરરોજ
એક સાથે ત્રણ
ટ્રેનો દોડશે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
