<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

જામનગરમાં અરજદારના ર૦ લાખના સોનાના દાગીના વાળી બેગ શોધી આપતું કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર (નેત્રમ)

 

 

 જામનગરઃ પોલીસ અધિક્ષકશ્રીડો. રવિ મોહન સૈની  I/C નાયબ પોલીસ અધીક્ષક, મુખ્‍ય મથક મીત રૂદલાલની સુચના મુજબ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમના સ્‍ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્‍સની કામગીરી પર હતા. ત્‍યારે અરજદાર  મહાવીરસિંહ જોરૂભા જાડેજા રહે. ઢીચડા રોડ જામનગર, વાળાના જણાવ્‍યા મુજબ  તેઓ બહારગામ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા ત્‍યાંથી પરત આવતા બસ સ્‍ટેન્‍ડ થી ઘરે જવા માટે રીક્ષામાં બેસી ઘરે આવ્‍યા હતા. તે દરમ્‍યાન તેઓ સોનાના દાગીના આશરે કિ.રૂ.૨૦,૩૮,૦૦૦/- ના થેલો રીક્ષાની પાછલી સીટ પાછળ રાખેલ હોય જે ભુલી ગયેલ હતા. તે શોધી આપવા ે સંપર્ક કરતા પો.સબ.ઇન્‍સ. બી.બી.સિંગલના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ પરેશભાઇ. એ.ખાણધર, પો.હેડ.કોન્‍સ દિપસિંહ જી.સોઢા, પો.કોન્‍સ જેશાભાઈ ડાંગર, રીનાબા વાઘેલા, પારૂલબા જાડેજા, દિવ્‍યાબેન વાઢેર તથા એન્‍જીનીયર તિેશ વરણ સહિતના અધિકારી/કર્મચારી દ્વારા   CCTV ચકાસતા સંતોષી માતા મંદિર વિસ્‍તારના કેમેરામાં જોતા અરજદાર જે રીક્ષામાં બેસેલ હતા તે રીક્ષા નં. GJ-36-U-6431 વાળી હોવાનું જણાય આવતા સદર રીક્ષા ચાલકનો RTO ડેટા ચેક કરતા સદર રીક્ષાનો માલીક મોરબી જિલ્લાનો રહેવાસી હોય જેને ટેલીફોનીક વાત કરતા ૮ મહિના પહેલા પોતાની રીક્ષા જામનગર ખાતે વેચી દીધેલ હોય તેવું જણાવતા રીક્ષા પર LOUK 2 લખેલ હોય તેમજ તેની CCTV મુવમેન્‍ટ જોતા સદર રીક્ષા રેલ્‍વે સ્‍ટેશન બ્રીજ તરફ ગયેલ હોય તેવુ જણાતા ઉપરોક્‍ત કર્મચારી દ્વારા તે વિસ્‍તારમા જઇ હકીકતના આધારે  શોધી રીક્ષા ચાલક પાસેથી થેલો મેળવી અરજદારને ગણતરીની કલાકમાં સોંપી આપેલ છે.

(1:30 PM IST)