News of Wednesday, 12th November 2025
જૂનાગઢમાં ઠંડી, ગિરનાર પર્વત પર ૯ ડિગ્રી તાપમાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૨: શિયાળાને ધીમે ધીમે પકડ જમાવવાનું શરૂ કર્યું છે જેના પગલે ઠંડીમાં વધારો થતા લોકોને મુશ્કેલી વધી છે. આજે સવારે જુનાગઢમાં કડકડતી ઠંડી અનુભવાય હતી. ગિરનાર પર લઘુતમ તાપમાન ઘટીને ૯ ડીગ્રી થઈ ગયું હતું જેના પગલે સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો. ગિરનાર પર ઠંડીનું મોજુ ફરી વળતા યાત્રાએ આવેલા ભાવિકો સહિતના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સવારે જૂનાગઢનો લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી રહ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧%થી વધારે રહેતા ઠારનું પણ આક્રમણ થયું હતું
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
