<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગોંડલમાં કચરાના ઢગલામાંથી અધુરા માસે જન્‍મેલા શિશુનો મૃતદેહ મળ્‍યો

પ્‍લાસ્‍ટીકની થેલીમાં શિશુનો મૃતદેહ નાખી ફેંકી દેવાયો'તોઃ દયાવિહીન માતાની પોલીસ દ્વારા શોધખોળ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૩: ગોંડલનાં સ્‍મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્‍લાસ્‍ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મળતદેહ મળી આવતાં સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો.કોઇ દયાવિહીન માતાએ અધુરા માસે જન્‍મેલા બાળકનાં  મળતદેહને પ્‍લાસ્‍ટિકની કોથળીમાં પેક કરી કચરાનાં ઢગલામાં ફેંકી દઇ ‘‘જનની ની જોડ સખી નહી જડે રે લોકોની વ્‍હાલપભરી પંક્‍તિઓને લજવી હતી. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ પાંજરાપોળ પુલના ખૂણા પાસે કચરો વીણતા યુવાનને પ્‍લાસ્‍ટિકની થેલીમાં નવજાત શિશુનો મળતદેહ મળી આવ્‍યો હતો. દરમ્‍યાન જાગળત નાગરિક દ્વારા ઘટના અંગેની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટના પ્રમુખ દિનેશભાઈ માધડને કરાતા  તેઓ ટીમ સાથે ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. અને નવજાત  શિશુના મળતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટની એમ્‍બ્‍યુલન્‍સ મારફત  અત્રેની સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો.

 હોસ્‍પિટલનાં તબીબ  દ્વારા કચરાના ઢગલામાંથી મળેલ શિશુનો મળતદેહ આશરે સાત માસના બાળકનો ગર્ભ હોવાનું જણાવાયું હતું. બનાવ  અંગે બી.ડીવિઝન પોલીસે તપાસ હાથ ધરી ક્રુર અને દયાવિહીન માતાની શોધખોળ શરૂ કરી છે

(1:26 PM IST)