News of Thursday, 13th November 2025
ધ્રોલના ખારવા જીલ્લા પંચાયત ખાતે 'નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ' સંપન્ન: જામનગર જિલ્લાના અગ્રણી નેતાઓ ઉપસ્થિત
જામનગર જિલ્લા ભાજપની ગ્રામ્ય સ્તરે પકડ: 22 સરપંચોની ઉપસ્થિતિએ સંગઠનનો સંદેશો આપ્યો

( સંજય ડાંગર દ્વારા )ધ્રોલ : ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત ધ્રોલના ખારવા જિલ્લા પંચાયત સીટ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા અને તાલુકા ભાજપના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો અને સ્થાનિક સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષના શુભારંભે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ખારવા જિલ્લા પંચાયત સીટ ખાતે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં જામનગર જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, ધ્રોલ-જોડિયાના લોકપ્રિય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા ગુરુજી, ખારવા જિલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, જામનગર જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, સરપંચ સંગઠન પ્રમુખ રામજીભાઈ મુગરા, તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ નવલભાઈ મુગરા, બ્રિરાજસિહ જાડેજા, ૨૨ ગામનો સંરપચ સહિત આ વિસ્તારના તમામ ગામોના સરપંચો સહિતના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 'હર ઘર સ્વદેશી, હર ઘર-ઘર-દીવડા'ના સૂત્રને અપનાવીને યોજાયેલો આ સમારોહ પાર્ટીના પાયાના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ વચ્ચે સ્નેહ અને સંવાદનો સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને આગામી સમય માટે સંગઠનમાં નવો ઉત્સાહ અને જોમ પૂરું પાડ્યું હતું.
સંજય ડાંગર ધ્રોલ
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
