News of Friday, 14th November 2025
જુનાગઢના માંગરોળમાંથી શંકાસ્પદ રીતે ઝડપાયેલ કાશ્મીરના યુવકોની પૂછપરછ
જુનાગઢ એસઓજી ટીમ દ્વારા જૂદી જૂદી દિશામાં તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૪: જૂનાગઢ જીલ્લાના માંગરોળમાંથી જમ્મુ-કાશમીરના કુલ-૦૨ શંકાસ્પદ યુવકોને શોધીને એસ.ઓ.જી., જૂનાગઢની ટીમે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા દિલ્હી બ્લાસ્ટ અનવ્યે જૂનાગઢ જિલ્લામાં સતત વોચ તપાસમા રહેવા સુચના આપેલ હોય.જે અન્વયે જૂનાગઢ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી આર.કે.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ સતત પ્રયતનશીલ હોય.
જે અન્વયે એસ.ઓ.જી.ના એ.એસ.આઈ ઈરફાનભાઈ રૂમી તથા રમેશભાઈ માલમનાઓ માંગરોળ વિસ્તારમાં દિલ્હી બ્લાસ્ટ અન્વયે શંકાસ્પદ વ્યકતીઓની વોચ તપાસની કામગીરી કરી રહેલ હતા. જે તપાસ દરમ્યાન ખાનગી હકિકત અન્વયે જાણવા મળેલ કે, જમ્મુ-કાશમીરના કુલ-૦૨ શંકા૨પદ યુવકો માંગરોળ વિસ્તારની એક હોટેલમાં રોકાયેલ હોય જે હકિકત અન્વયે એસ.ઓ.જી. ટીમ દ્વારા બન્ને શંકાસ્પદ યુવકોને રાઉન્ડઅપ કરી એસ.ઓ.જી. ઓફીસ ખાતે લઇ આવેલ તેમજ બન્ને શંકાસ્પદ યુવકોના મોબાઈલ ફોન તેમજ તેમની પાસે રહેલી ચીજ વસ્તુઓની ચેકીંગ હાથ ધરી તપાસ કરવામાં આવેલ હતી. તેમજ તેમની પાસેથી જીયો કંપનીનું એક સેટ અપ બોક્ષ મળી આવેલ હતુ જેની ટેકનીકલ ટીમ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવેલ હતી. જમ્મુ કાશમીરના બન્ને યુવકોની પુછપરછ કરતા કાંઈ શંકાર પદ ગતિ વિધી હાલ ધ્યાને આવેલ ન હોય તેમજ બન્ને ઇસમોની વધુ પુછપરછ ક૨તા જણાવેલ કે, બન્ને સગા ભાઈઓ છે તેમજ તેઓ બન્ને કાશમીરી યુવકો માંગરોળ ખાતે આવેલા મદ્રેસાઓમાં તથા દુકાનોમાં ફાળો લેવા આવેલ હતા તેવુ તેના નિવેદનમાં જણાવેલ છે. બન્ને જમ્મુ કાશમીરના યુવકો વિરુધ્ધ એસ.ઓ.જી. દ્રારા હાલ બી-રોલ ભરવામાં આવેલ છે. તેમજ એસ.ઓ.જી. દ્રારા જીલ્લામાં શંકાસ્પદ ઇસમો બાબતે હાલ વોચ તપાસ શરૂ છે.
પોલીસે ૧) ન્યાઝ અહેમદ સ/ઓ મહમદ આઝાદ મકરાણી, ઉ.વ.૨૦, ધંધો-મદ્રેસામાં નોકરી રહે.ગામ ફાગલા તા. સુરનકોટ, જી.પુંછ, રાજય જમ્મુ કાશમીર. ૨) જુનેદ અહેમદ સ/ઓ મહમદ આઝાદ મકરાણી, ઉ.વ.૨૭, ધંધો-મજુરી, રહે.ગામ ફાગલા તા.સુરનકોટ, જી.પુંછ, રાજય જમ્મુ કાશમીરની ધરપકડ કરી છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
