તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
સોશીયલ મિડીયામાં આઇ.ડી. બનાવી એક ના ડબલ તથા સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગને રૂ. ૯૯,૩૦,૦૦૦/- ની ખોટી તથા સાચી ચલણી નોટો તથા ખોટા સોનાના બિસ્કીટ સહિત કિં.૩, ૧૪,૯૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ : જુઓ વિડિયો
અજરૂદીન કાસમશા શેખ ઉ.વ. ૨૬ રહે. શેખફળીયુ તુલશી મીલ પાછળ સરપટનાકા પાસે, ભુજની ધરપકડ :રમજુશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ, ભુજ ,અલીશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ, ભુજ શેખડાડા રહે. અંજાર અને સુલતાન લંધા રહે. ભુજની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : ચિરાગ કોરડીયા , પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ- અલગ નામની આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, નવીનભાઈ જોષી, રાજેશભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, રમજુશા કાસમશા શેખ તથા અજરૂદીન કાસમશા શેખ તથા અલીશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ ભુજ વાળાઓ ચીટીંગ કરવાની ટેવવાળા હોય અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ) એપ્લીકેશનો ઉપયોગ કરી અલગ- અલગ નામોની આઇ.ડી. ગૃપો બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો વિડીઓ બનાવી જેમા અલગ- અલગ બોક્ષો થેલાઓમાં ભારતીય ચલણની નોટો બંડલો જેમા પ્રથમ નોટ સાચી અને ત્યાર બાદ તમામ કોરા બંડલો રાખી અને રૂપીયા એકલ લાખના બદલામાં રૂપીયા પાંચ લાખ આવવા સબંધેના તેમજ સોનાના બીસ્કીટોના વિડીયાઓ બનાવી તે બીસ્કીટ ભજાર ભાવ કરતા સસ્તા ભાવે આપવાવા અંગેના વીડીયાઓ લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તે વીડીયાઓ મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે. તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે. જે મળેલ હકીકત આધારે અજરૂદીન કાસમશા શેખ ઉ.વ. ૨૬ રહે. શેખફળીયુ તુલશી મીલ પાછળ સરસ્પટનાકા પાસે ભુજ વાળાને પકડી પાડી તેના કબ્જામાંથી કુલ્લે રૂ. ૯૯,૩૦,૦૦૦/- ના ભારતીય ચલણની સાચી તથા ખોટી નોટો તેમજ ૧૧ સોના જેવી ધાતુના બીસ્કીટો તથા મોબાઈલ ફોન તથા સીમકાર્ડઓ તથા ભારતીય ચલણના રોકડા રૂપીયા ૨,૧૩,૪૦૦/- તથા સોનાનું સાચુ બીસ્કીટ નંગ- ૦૧ કિં.રૂા.૧૨,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી (૧) અજરૂદીન કાસમશા શેખ તથા સહ આરોપી (૨) રમજુશા કાસમશા શેખ (૩) અલીશા કાસમશા શેખ (૪) શેખડાડા રહે, અંજાર તથા (૫) સુલતાન લંધા રહે. ભુજ વાળા વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૪૦૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧,૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અજરૂદીન કાસમશા શેખ ઉ.વ. ૨૬ રહે. શેખફળીયુ તુલશી મીલ પાછળ સરપટનાકા પાસે, ભુજની ધરપકડ કરી છે જ્યારે રમજુશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ, ભુજ ,અલીશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ, ભુજ શેખડાડા રહે. અંજાર અને સુલતાન લંધા રહે. ભુજ તથા તપાસમાં નિકળે તે ની શોધખોળ હાથ ધરી છે.
કબ્જે કરેલ મુદ્દામાલ(કુલ્લે કિં.રૂ. ૧૪,૯૮,૪૦૦/-),ભારતીય ચલણના રોકડા રૂપીયા ૨.૧૩,૪૦૦/- સોનાનું સાચુ બીસ્કીટ નંગ- ૦૧ કિં.રૂા.૧૨,૭૦,૦૦૦/ભારતીય ચલણના રૂપીયા ૧૦૦/- ૨૦૦/- તથા ૫૦૦/-ના દરની નોટોના બંડલો જેમા ઉપરના ભાગે એક સાચી નોટ તથા નીચે બાકીના કોરા કાગળો તથા ચીલ્ડ્રન્સ નોટોના બંડલો મળીને કિં.રૂા. ૯૯,૩૦,૦૦૦/- ના બંડલો છેતરપીડી કરવા માટે બનાવેલ. નકલી સોનાના બિસ્કીટ નંગ- ૧૧ કિં.રૂા. ૦૦/ મોબાઈલ ફોન નંગ- ૯ કિં.રૂા. ૧૫,૦૦0/-સીમકાર્ડ નંગ- ૧૮ કિં.રૂા. ૦૦/ વિનુભાઈ નામનું આધાર કાર્ડ-ચુટણી કાર્ડની નકલ કિ.રૂા. 00/- બંડલો રાખવા માટે ઉપયોગમાં લીધેલ નાના મોટા બોક્ષો નંગ- ૦૭ તથા તેમા રાખેલ થર્મોકોલ પકડી પાડેલ છે
રમજુશા કાસમશા શેખનો ગુનાહિત ઇતિહાસ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ- ૪૮૯(એ).૪૮૯(સી),૪૦૬, ૪૨૦,૫૧૧,૧૮૬,૩૩૨,૩૪ તથા જી.પી.એક્ટ. ૧૩૫ વિગેરે મુજબ, ખાવડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૬/૨૦૨૦ આઇ.પી.સી. કલમ- ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૨૪,૩૨૬,૩૦૭,૨૯૪(બી),૫૦૬(૨) તથા જી.પી.એક્ટ. ૧૩૫ વિગેરે મુજબ.અલીશા કાસમશા શેખનો ગુનાહિત ઇતિહાસભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૬૨/૨૦૨૨ બી.એન.એસ. કલમ-૩૧૮(૪),૩૧૬(૨), ૩(૫),૫૪,૬૧(૨) વિગેરે મુજબ ગુનો દાખલ કરેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
