News of Friday, 14th November 2025
જુનાગઢમાં ભુપેન્દ્રભાઇને આવકારતા જામનગરના મુકેશ દાસાણી

જામનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું તા. ૮ તથા ૯ ના વ્યાપક રોકાણ જુનાગઢમાં થયું હતું. જામનગરના પૂર્વ અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીની દરેક યાત્રાના પૂર્વ ઇન્ચાર્જ-હાલ જુનાગઢ સંઠન પ્રભારી મુકેશભાઇ દાસાણીએ સ્વાગત-સન્માન તેમજ મુલાકાત-ચર્ચા-પરામર્શ કર્યું હતું. જુનાગઢ ભાજપ અધ્યક્ષ-મેયર-સાંસદ-ધારાસભ્ય સાથે મુકેશ દાસાણીએ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. જામનગરની યાદગીરી સાથે મુકેશ દાસાણીએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. જુનાગઢ શહેરની ટીમ સાથે આગામી વિકાસ વિશે વ્યાપક ચર્ચા-વિચારણા તેમજ પરામર્શ મુખ્યમંત્રીશ્રીએ કરેલ છે. મુખ્યમંત્રી સાથે જુનાગઢ પ્રભારી મુકેશ દાસાણી દ્વારા વ્યકિતગત ચર્ચા કરાઇ હતી. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
