તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 14th November 2025
મોઢ બ્રાહ્મણ જ્ઞાતી વાડીમાં સાંસ્કૃતિક હોલનું ઉદ્ઘાટન

જામનગરઃ જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતી અને યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા હંમેશા જ્ઞાતી અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે સાંસ્કૃતીક હોલના લોકાર્પણ વિધિ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં યુવા સોશ્યલ ગ્રુપના તમામ સભ્યોએ તલવાર અર્પણ કરી, સાલ ઓઢાડી ધારાસભ્ય દિવ્યેશ,અકબરી તેમજ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાનું મહિલા પાંખના સભ્યોએ તલવાર અને સાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતીના ટ્રસ્ટી અને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદીએ કર્યુ હતું શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીનું સન્માન કરાયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, પ્રીતીબેન ત્રિવેદી તથા અભ્યુદય મંડળ, યુવા સોશ્યલ ગ્રુપ જામનગર અને મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
