News of Friday, 14th November 2025
હજુ પણ બરડા ડુંગરમાં પ્રવાસીઓનો અવિરત પ્રવાહઃ લીલુંછમ સૌંદર્ય...!!

ખંભાળીયા તા. ૧૪ :.. બરડા ડુંગરમાં હાલ ચોમાસા પછી શીયાળાનો સમય હોવા છતાં પણ ચોમાસા પછીની સ્થિતિમાં લીલુંછમ સોંદર્ય લોકોને આકર્ષે છે. તથા હજુ પણ પ્રકૃતિનો ખોળો માણવા લોકો ત્યાં જાય છે. ઇન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણ ી સંગમ, ધુમલી બરડા ડુંગર ઉપર ૧૧૦૦ ફુટ ઉંચે બીરાજતા આશાપુરા તથા સામુદ્રી માતાજી તથા ત્યાં સુધી ચડવાનો પગથિયાનો રસ્તો પ્રાંચીન શીલ્પ સ્થાપત્યનો નમૂનો જેવો નવલખો મહેલ કે જેને રાજય સરકાર દ્વારા જીર્ણોધ્ધાર કરાયો હતો.
વિશ્વ પ્રવાસી મંદિર તથા સંતોના આશ્રમો ધણી માતંગદેવ મંદિર તથા જંગલમાં બિરાજતા ભીમનાથ મહાદેવ તથા પ્રાંચીન અનેક શીલ્પોની કલાના સંગમરૂપ સોન કંસારીનાં મંદિરો, ભાણવડના બરડા ડુંગરનું સૌથી ઉંચુ આભાપરા શીખર કે જયાં સુધી જવું એ ટ્રેકીંગની તાલીમ જેવું ગણાય છે.
બાપુની વાવ ત્રીકમરાય મંદિર બરડા ડુંગરની ટોચમાં બીલગંગા પાસે કિલેશ્વર મહાદેવ તળેટી પાસે બીલગંગા નદીના કાંઠે બિલેશ્વર મહાદેવ વિ. પ્રસિધ્ધ સ્થળો પર પ્રકૃતિની ગોદનું સોંદર્ય હજુ પણ ચાલુ છે. ડુંગરોને સ્પર્શીને જતાં વાદળાઓ હરીયાળા ડુંગરો ઉપરની નાના ચોસલા જેવા દેખાતા ખેતરોના ટૂકડા સાથે હજુ પણ હરીયાળા વાતાવરણમાં જરણા ખળખળ કરતા વહી રહ્યા છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
