News of Saturday, 15th November 2025
રાજકોટ પોરબંદર ટ્રેનનું ગોંડલ રેલ્વે સ્ટેશન પર ભાજપ પરીવાર દ્વારા સ્વાગત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૫: પોરબંદર નાં સાંસદ તથા કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાનાં પ્રયત્નો થી રેલ્વે તંત્ર દ્વારા પોરબંદર થી રાજકોટ વચ્ચે રોજીંદા ભારે ટ્રાફિક ને પંહોચી વળવા પોરબંદર રાજકોટ વચ્ચે બે ટ્રેન મંજુર કરતા રોજીંદા મુસાફરો તથા અપડાઉન કરતા નોકરીયાતો માં હર્ષ ની લાગણી ફેલાઈ છે.
પોરબંદર તરફ જતી ટ્રેન સવારે પોણા બારે ગોંડલ રેલ્વેસ્ટેશન પર પંહોચતા ટ્રેન માં મુસાફરી કરી પ્રારંભ કરાવનાર સાંસદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા,રાજ્ય નાં કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા, સાંસદ રામભાઈ મોકરીયા,પુનમબેન માંડવીયા,ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા ,જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા નું ગોંડલ ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,પાલીકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, વૈભવભાઇ ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા,જેકીભાઈ પરમાર સહિત આગેવાનોએ ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કય ર્ુ હતુ.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
