<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વાંકાનેરમાં ડી.એ.વી. સ્‍કુલ દ્વારા નહેરૂના જન્‍મદિનની ઉજવણી

 

વાંકાનેરઃ પંડિત જવાહરલાલ નેહરુના જન્‍મદિન (બાળ દિવસ) નિમિત્તે, વાંકાનેર ખાતે ‘DAV કેલ્‍ડેરિસ પબ્‍લિક સ્‍કૂલ' દ્વારા હૃદયસ્‍પર્શી પહેલનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં શાળા પરિવાર દ્વારા આ વિસ્‍તારના ગરીબ બાળકોને પુસ્‍તકો અને ખાવા-પીવાની વસ્‍તુઓનું વિતરણ કર્યું. શાળાના ચેરમેન મળણાલ કોલે અને આચાર્યશ્રી અરિંદમ બોઝના નેતળત્‍વમાં આ પહેલનો હેતુ યુવાવર્ગ ના મનમાં આનંદ લાવવાનો હતો. આ શુભકાર્ય અંતર્ગત શાળાના શિક્ષકોની ટીમ દ્વારા ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી' દાન અભિયાનમાં યોગદાન આપવામાં આવ્‍યું

(12:08 PM IST)