<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્‍ચે પોસ્‍ટમાં નોકરી કરતી પરીણીતાની છેડતી કરી હુમલો કર્યો

અજાણ્‍યા શખ્‍સે બાઈક ઉપર પીછો કરી છેડતી કરી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૫: લાઠી તાલુકાના ચાવંડથી નાના રાજકોટ ગામની વચ્‍ચે રોડ ઉપર ઢસા ગામની વિધિબેન વિશ્વાસભાઈ મણવર ઉ.વ. ૨૭ તેના ઘરેથી પોતાની ફરજના સ્‍થળે ચાવંડ સબપોસ્‍ટ ઓફીસે જતા હોય.તે દરમ્‍યાન જાનબાઈની દેરડી ગામે પહોંચતા અજાણ્‍યા શખ્‍સે પોતાનું બાઈક લઈ આવી વિધિબેનનો પીછો કરી ફરિયાદી ચાવંડ પોસ્‍ટ ઓફીસે આવતા અજાણ્‍યા શખ્‍સે પાછળ આવી ટગર ટગર જોઈ ત્‍યાંથી ફરિયાદી પોતાનું કામ પુર્ણ કરી નાના રાજકોટ પોતાનું એકટીવા લઈને જતા હતા.ત્‍યારે કરકોલીયા ગામ પહેલા રસ્‍તામાં પહોંચતા આરોપી પોતાનું બાઈક લઈ આવી વિધિબેનની એકટીવા આડું ઉભું રાખી છેડતી કરવાના ઈરાદે હાથ પકડી નીચે ખેંચતા ફરિયાદીએ પ્રતિકાર કરતા આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરતા મોઢા પર બાંધેલ ચુંદડી પર ચરકો થઈ ફાટી ગયેલ.અને ડ્રેસના ભાગે ચરકો થતા ફાટી ગયેલ.અને વિધિબેને પોતાના સ્‍વ.બચાવ માટે પોતાની પાસે ફરજ દરમ્‍યાન ઉપયોગમાં લેવાતી કાતર બેગમાંથી કાઢી આરોપી ઉપર ઘા કરતા આરોપી તે જોવા માટે રહેતા વિધિબેન ત્‍યાંથી જતા રહી આરોપીએ ગુનો કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અકસ્‍માત

તાલુકાના ખેરા ગામે રહેતા બાબુભાઈ બીજલભાઈ ગુજરીયા ઉ.વ.૪૪ પોતાનું સુઝુકી કંપનીનું એકસેસ જી.જે.૦૪ ઈ.એમ.૭૪૪૪ પુરઝડપે અને બેફીકરાઈથી માણસોની જીંદગી જોખાઈ તે રીતે ચલાવી રોડની સાઈડમાં પડેલ બેલાના ઢગલા સાથે ભટકાવી રોડ ઉપર બાઈક સાથે પડી જતા માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી પોતે પોતાનું મોત નિપજાવી ગુનો કર્યાની ભત્રીજા ભરતભાઈ મેરૂભાઈ ગુજરીયાએ પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર રમતા ૧૫ ઝડપાયા

બાબરા તાલુકાના કરીયાણા ગામની સીમમાં દેવાભાઈ રામભાઈ ઝાપડીયાની વાડીના સ્‍લેબવાળા મકાનની પાછળ આવેલ પડતર જગ્‍યામાં બતીના અંજવાળે હારજીતનો જુગાર રમતા લાલજી કરમશીભાઈ ધોરાળીયા, અનુ નનકાભાઈ ધાધલ,નિલેશ બાબુભાઈ રાઠોડ,મહેશ રેવાભાઈ રાણીંગા, રાજુ આંબાભાઈ જાદવ, માવજી ભુરાભાઈ સાગઠીયા, વિપુલ પ્રાગજીભાઈ કાગડ, વલ્લભ બાબુભાઈ વેજીયા, હરેશ નાનજીભાઈ ઝાપડીયા, વિપુલ વશરામભાઈ વાટુકીયા, મહેશ વિહાભાઈ રાણીંગા, બીજલ કડવાભાઈ કાગડ, ભરત ધીરૂભાઈ સાકળીયા,હિતેશ કાળાભાઈ સરવૈયા, સુરેશ ધનજીભાઈ મકવાણાને પો.કોન્‍સ.રાજુભાઈ ભુકણે રેઈડ દરમ્‍યાન રોકડ રૂા. ૩૩૯૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

જાહેરનામા ભંગ

સાવરકુંડલા મહુવા રોડ રેલ્‍વે પુલ પાસે મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામના ચેતન તુલસીભાઈ ડાભી જીલ્લા મેજીસ્‍ટ્રેટના ભારે વાહન પ્રવેશબંધી જાહેરનામાનો ભંગ કરતા એ.એસ.આઈ.જયસુખભાઈ મકવાણાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અપમૃત્‍યુ

અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્‍યારે જીલ્લામાં વધુ એક બનાવ પોલીસમાં જાહેર થયો હતો.જેમાં મોટા સમઢીયાળામાં યુવાનનું ઝેરી દવા પી જતા નિપજયું હતું. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે હમીરભાઈ ભીખાભાઈ ચારોલીયા ઉ.વ. ૨૫ ના પત્‍નિ છેલ્લા આઠેક મહિનાથી રીસામણે હોય.જેથી પોતાને મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું શાદુળભાઈ ભીખાભાઈ ચારોલીયાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે પતિ ગુમ

જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે અશોકભાઈ અરજણભાઈ પરમાર ઉ.વ.૩૯ ગામમાં આંટો મારવા જવાનું કહી ઘરેથી નીકળી ગુમ થયાનું પત્‍નિ રૂપાબેન અશોકભાઈ પરમારે નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

૧૩ શખ્‍સો નશો કરેલ

હાલતમાં ઝડપાયા

અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા સ્‍થળોએથી ચાર વાહન ચાલકો સહિત ૧૩ શખ્‍સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં જાફરાબાદ  ટાઉન, અમરેલી સીટી, લાઠી, ખાંભા, ડુંગર, બાબરા, સાવરકુંડલા રૂરુલ, અમરેલી સીટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

(1:12 PM IST)