News of Saturday, 15th November 2025
જામનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ

જામનગર, જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૯ વિધાનસભા વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજ રણજીત નગર ખાતેથી ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા, કમિશનર ડી.એન.મોદી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુનિટી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. એકતાના સંદેશ સાથે નીકળેલી યુનિટી યાત્રામાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને શહેરીજનો તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે ૧૦ કિલોમીટર જેટલી ત્રિજ્યામાં શહેરી વિસ્તારમાં પદયાત્રા સ્વરૂપે ફરી પંચેશ્વર ટાવર ખાતે સંપન્ન થઈ હતી. આ એકતા યાત્રા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ચતુર્ભુજ સ્વામીજી સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામા આવ્યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
