તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
ગોંડલ સંપ્રદાયના પૂ. હર્ષાબાઈ મહાસતીજી અમદાવાદ ખાતે કાળધર્મ પામ્યા: પાલખી યાત્રા આવતીકાલે રવિવારે તા.૧૬ના રોજ બપોરે ૩:૩૦ કલાકે જામનગર, ચાંદી બજાર સંઘ ખાતેથી નીકળશે

રાજકોટ: ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ. હર્ષાબાઈ મહાસતીજી (ઉંમર ૫૫, સંયમ પર્યાય ૨૯ વર્ષ) તારીખ ૧૫/૧૧/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે (વિરતીધર) સમાધિ ભાવે કાળધર્મ પામેલ છે. તેઓ ગોંડલ નિવાસી (સ્વ.) જયવંતભાઈ રતિલાલ કોઠારીના પુત્રી તથા પૂ. દયાબાઈ મ.સ.ના શિષ્યા હતા.
તેમની પાલખી યાત્રા તારીખ ૧૬/૧૧/૨૫ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે જામનગર, ચાંદી બજાર સંઘ ખાતેથી નીકળશે.
ગોંડલ સંપ્રદાયના જશ,ઝવેર,સમય,પ્રભા પરિવારના સાધ્વી રત્ના પૂ.હર્ષાબાઈ મહાસતીજી આજરોજ શનિવારે અમદાવાદ વિરતીધર ખાતે ચાર શરણાના સ્વીકાર તથા નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે સમાધિ ભાવે કાળ ધર્મ પામેલ છે.
ગોંડલના ધર્માનુરાગી જયવંતભાઈ રતિલાલ કોઠારી કે જેઓએ દાયકાઓ સુધી ગોંડલ સંઘ અને સંપ્રદાયની બેજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ તેઓના ગૃહાંગણે રત્નકુક્ષિણી માતુશ્રી સરોજબેનની કૂખે ૧૯-૩-૧૯૭૦ના રોજ તેઓનો જન્મ થયેલ.
હેમેન્દ્રભાઈ,પિયુષભાઈ તથા જિનેન્દ્રભાઈ ત્રણ ભાઈઓના એકના એક બહેન એટલે હર્ષાબેન. પ્રેમથી સૌ તેઓને બેના કહેતા.
ચેતનાબેન કોઠારીએ જણાવ્યું કે સરળ સ્વભાવી ગુરુણી મૈયા પૂ.દયાબાઈ મ.સ.ના પરિચયમાં આવ્યાં. ધર્મના રંગે રંગાયા,વૈરાગ્યના બીજ રોપાયા.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ૪-૨-૧૯૯૬ના પાવન દિવસે ગોંડલની ધન્ય ધરા ઉપર સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.એ તેઓને કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો અને હર્ષાબેન બન્યા પૂ.હર્ષાબાઈ મહાસતીજી.
ગુરુણી મૈયા પૂ.દયાબાઈ મ.સ.તથા રત્નાધિકો સાથે સૌરાષ્ટ્ર, જામનગર હાલારમાં વિચરણ કરી સ્વ - પરના કલ્યાણમાં તેઓ નિમિત્ત બન્યાં.
છેલ્લા એક વર્ષથી કેન્સર ડિટેકટ થયું.. અસહ્ય વેદના વચ્ચે પણ ચિત્ત પ્રસન્નતા વર્તાય.
વડીલ સાધ્વી રત્ના પૂ.કુંદનબાઈ મ.સ.એ અથાગ પરિશ્રમ લઈ શાતા - સમાધિ આપવામાં તેઓ નિમિત્ત બનતાં.
શાસન પ્રેમી પંકજભાઈ શાહના વિરતીધર, અમદાવાદ ખાતે તેઓ બીરાજમાન હતા. વડીલ સાધ્વી રત્ના પૂ.કુંદનબાઈ મ.સ.તથા પૂ.વિશાખાબાઈ મ.સ.એ અગ્લાન ભાવે સેવા વૈયાવચ્ચ કરેલ. શ્રાવિકા સેવાભાવી પૂજાબેન,પંકજભાઈ સહિત સમગ્ર શાહ પરિવારે અગ્લાન ભાવે અજોડ સેવા - વૈયાવચ્ચ કરી.
આજે શનિવારે તા.૧૫/૧૧/૨૫ ના રાત્રે ચાર શરણા અને નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે અમદાવાદ ખાતે સમાધિ ભાવે કાળ ધર્મ પામતાં ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનને બહુ મોટી ખોટ પડેલ છે.
ચેતનાબેન કોઠારી ૯૦૧૬૫ ૦૦૩૪૫
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
