<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે અંદાજે રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામા તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે બેલા(રંગપર) ખાતે રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. જ્યાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

મોરબી જિલ્લામાં વાહન વ્યવહાર સુગમ બનાવવા તથા પરિવહન ક્ષેત્રે માળખાકીય પરિવર્તન માટે અંદાજે રૂ. ૨૮.૪૩ કરોડથી વધુના ખર્ચે બેલા ભરતનગર (શ્રી ખોખરા હનુમાન) રોડ, અંદાજે રૂ. ૭.૯૦ કરોડના ખર્ચે પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ, અંદાજે રૂ. ૭.૫૧ કરોડથી વધુ ના ખર્ચે ઝિકિયારી ખાતે મેજર બ્રિજ અને અંદાજે રૂ. ૧૫.૯૩ કરોડથી વધુના ખર્ચે અણીયારી વેજલપર ઘાટીલા રોડ સહિતના રોડ રસ્તાની ભેટ મોરબી જિલ્લાને મળવા જઈ રહી છે.

(12:37 AM IST)