News of Sunday, 16th November 2025
મકનસર ગામે વ્યાજે લીધેલા ૨.૫૦ લાખ પરત આપી દીધા, રૂ ૩૦ લાખ કઢાવવા ધમકી આપ્યાની ફરિયાદ.
રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂપિયા ૨.૫૦ લાખની રકમ ૩૦ ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂ ૩૦ લાખ બળજબરીથી કઢાવવા પ્રયાસ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના મકનસર ગોકુલનગરના રહેવાસી અમિતભાઈ વિનોદભાઈ વાડોલીયા (ઉ.વ.૨૬) નામના યુવાને આરોપીઓ દિલીપ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ આલ (રહે ગોકુલનગર મકનસર) ઇમરાન અને ઇમરાન સાથે આવેલ ત્રણ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ચારેક મહિના પૂર્વ મોબાઈલ દુકાનના ધંધામાં રૂપિયાની જરૂરત થતા દિલીપભાઈ આલ પાસેથી રૂ ૩૦ ટકા વ્યાજે રૂ ૨.૫૦ લાખ લીધા હતા અને સિક્યુરીટી પેટે બે ચેક આપ્યા હતા પછી કિશનભાઈ (રહે જોધપર0 અને દિલીપભાઈ એમ બધાને સમાધાન થઇ ગયું હતું અને દિલીપભાઈને રૂ ૨.૫૦ લાખ મંડળ નોટરી લખાણ કરીને પરત આપ્યા બે કોરા ચેક અંગે પૂછતાં તે બંને ચેક ક્યાંક મુકાઈ ગયા છે ચેક મળ્યે પરત આપી દેશું જે ચેકનો ક્યાય મિસ યુઝ નહિ થાય તેવી ખાતરી આપતા સમાધાન થયું હતું અને બાદમાં ચેક ઇમરાનને આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને ઇમરાન અવારનવાર ફોન કરી રૂ ૩૦ લાખ આપી જાવ પરંતુ અમે ઇમરાનને ઓળખતા નથી કે તેની પાસેથી કોઈ રૂપિયા લીધા નથી છતાં અવારનવાર રૂપિયા આપી જાવ તેવી ધમકી આપતા હતા.
ગત તા. ૩૧-૧૦ ના રોજ રાત્રીના ઇમરાન અને તેની સાથે ત્રણ અજાણ્યા ઇસમોએ ગાડી જીજે ૦૮ ડીજી ૩૯૬૭ લઈને ઘરે આવી ગાળો અપાઈ રૂપિયા પરત નહિ આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા અને ઇમરાન અને તેની સાથેના માણસો અવારનવાર રૂપિયા આપી જાવ તેવું દબાણ કરી બળજબરી કરતા હતા અને તા. ૧૨-૧૧ ના રોજ બપોરે મોબાઈલ પર બેંક ઓફ બરોડાનો મેસેજ આવ્યો જેમાં ઈમ્ત્યાઝ યુનુસએ રૂ ૧૫,૫૧,૦૦૦ ચેક ખાતામાંથી ઉપાડવા નાખ્યો હતો આમ દિલીપ આલ પાસેથી રૂ ૨.૫૦ લાખ ૩૦ ટકા વ્યાજે લીધા હતા જે રૂપિયા પરત ચૂકવી દીધા હતા અને બે સહી કરેલા ચેક આરોપી ઇમરાનને આપી દીધા હતા જે ઇમરાન રૂ ૩૦ લાખ બળજબરીથી કઢાવવા ધમકી આપતો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
