<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

ધોરાજીના પાંચપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર: ઝાડા ઉલટીના 30 થી વધુ કેસ નોંધાયા

રાજકોટ જિલ્લા કલેક્ટરે પાંચપીર વાડી વિસ્તાર સહિત આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો

રાજકોટ જિલ્લાના ધોરાજીના પાંચપીર વાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા ઉલટીના 30 થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે પાંચપીર વાડી વિસ્તાર સહિત આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. પાંચપીર વાડી વિસ્તાર માટે જિલ્લા કલેક્ટરે એપેડમિક ડીસીઝ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડી અને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે. ઠંડા પીણા અને ગોલા ગુલફી ના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે 

(12:05 PM IST)