<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ભાવનગરમાં પતિએ જ પત્‍ની અને બન્ને બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા'તા

ફોરેસ્‍ટ અધિકારી શૈલેષ ખાંભલીયાના પત્‍નિ નયનાબેન, પુત્રી પૃથા, પુત્ર ભવ્‍યના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્‍યા બાદ તપાસના અંતે શૈલેષ ખાંભલીયા જ આરોપી હોવાનુ ખૂલ્‍યુઃ સુરતથી અટકાયત બાદ પૂછપરછમાં ધડાકોઃ કારણ અંગે તપાસ : મૃતદેહો સરળતાથી ઉપર ન આવી જાય તે માટે શરીર પર પથ્‍થરો બાંધીને તેમને દાટવામાં આવ્‍યા હતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૭: ભાવનગર શહેરમાંથી દસ દિવસ પૂર્વે શંકાસ્‍પદ રીતે ગુમ થયેલા મદદનીશ વન સંરક્ષક (એસીએફ)ના પત્‍ની અને બે બાળકોની હત્‍યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો છે. આ ત્રિપલ મર્ડર કેસમાં ખુદ વન અધિકારી શૈલેષ ખાંભલા જ હત્‍યારો હોવાનું ખુલ્‍યું છે. આરોપીએ પોતે જ પત્‍ની અને બે સંતાનોની હત્‍યા કરી, તેમના મૃતદેહને સરકારી ક્‍વાર્ટર પાસેના ખાડામાં દાટી દીધા હતા અને બાદમાં પોલીસને ગેરમાર્ગે દોરવા પોતે જ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી વન વિભાગની કોલોનીમાં રહેતા મદદનીશ વન સંરક્ષક (એસીએફ) શૈલેષ ખાંભલાના પત્‍ની નયનાબેન (ઉંમર આશરે ૪૦ વર્ષ), પુત્રી પૃથા (ઉંમર ૧૩ વર્ષ) અને પુત્ર ભવ્‍ય (ઉંમર ૯ વર્ષ) ગત પાંચમી નવેમ્‍બરથી ગુમ હતા. આ અંગે શૈલેષ ખાંભલાએ પોતે ગત સાતમી નવેમ્‍બરે ભરતનગર પોલીસ મથકમાં ત્રણેય ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

પરિવાર મૂળ સુરતનો વતની હતો અને દિવાળીના વેકેશનમાં ભાવનગર આવ્‍યો હતો. શૈલેષે પોલીસને જણાવ્‍યું હતું કે તેની પત્‍ની અને બાળકો સુરત જવા માટે નીકળ્‍યા બાદ ગુમ થયા છે. જોકે, દસ દિવસ બાદ રવિવારે વન વિભાગના ક્‍વાર્ટર પાસેની ખુલ્‍લી જગ્‍યામાંથી તીવ્ર દુર્ગંધ આવતા અને શંકાસ્‍પદ ખોદકામના નિશાન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે એક્‍ઝિક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટ, ડોગ સ્‍ક્‍વોડ અને એફએસએલની ટીમને સાથે રાખીને શંકાસ્‍પદ જગ્‍યાએ ખોદકામ કરાવ્‍યું હતું. આ ખોદકામ દરમિયાન જમીનમાંથી ત્રણેય માતા-પુત્ર-પુત્રીના કોહવાયેલી હાલતમાં મૃતદેહો મળી આવતા હાહાકાર મચી ગયો હતો.

પોલીસને તપાસ દરમિયાન પતિ શૈલેષ ખાંભલા પર જ શંકા ગઈ હતી. શૈલેષે હત્‍યાને છુપાવવા અનેક પ્રયાસો કર્યા હતા. તેણે પત્‍નીના મોબાઈલ ફોનમાંથી પોતાના પર એવો ભ્રામક સંદેશ મોકલ્‍યો હતો કે, ઙ્કહું બાળકોના અસલી પિતા પાસે જાઉં છું, મારી શોધખોળ કરવી નહીં.ઙ્ઘ આટલું જ નહીં, તે પોલીસ તપાસ ક્‍યાં પહોંચી તેની પૃચ્‍છા કરવા પોલીસ સ્‍ટેશને પણ જતો હતો.

મૃતક નયનાબેનના ભાઈએ ગંભીર આરોપ લગાવતા જણાવ્‍યું હતું કે, મૃતદેહો સરળતાથી ઉપર ન આવી જાય તે માટે શરીર પર પથ્‍થરો બાંધીને તેમને દાટવામાં આવ્‍યા હતા. ભાવનગર પોલીસે શંકાના આધારે શૈલેષ ખાંભલાની સુરતથી અટકાયત કરી છે. તેની સઘન પૂછપરછમાં હત્‍યા પાછળનું કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે હત્‍યા અને પુરાવાનો નાશ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવનાર આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગરના  ફોરેસ્‍ટ અધિકારી શૈલેષભાઈ ખાંભલીયા ના પત્‍ની નયનાબેન શૈલેષભાઈ રબારી ઉ. વ. ૪૦ અને તેમના બે બાળકો, દીકરી પળથા શૈલેષભાઈ રબારી  ઉં.વ.૧૩ અને દીકરો ભવ્‍ય શૈલેષભાઈ રબારી ઉ. વ. ૯  છેલ્લા ૧૦ દિવસથી લાપતા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ અંગે ગત તારીખ ૫ નવેમ્‍બરના રોજ ફોરેસ્‍ટ અધિકારી શૈલેષભાઈ ખાંભલીયા એ ભરતનગર પોલીસ સ્‍ટેશનમાં તેની પત્‍ની અને બે બાળકો સુરત જવા ગયા હતા પરંતુ સુરત પહોંચ્‍યા નથી અને ગુમ થયા છે તેવી ફરિયાદ નોંધાવી હતી. ત્‍યારબાદ બે દિવસ પહેલા રબારી સમાજના આગેવાનો  એ જિલ્લા પોલીસ વડાને આ અંગે રજૂઆત પણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ગઈકાલે  રવિવારે પોલીસને ફોરેસ્‍ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને શંકાસ્‍પદ જગ્‍યાએ ખોદકામ કરતાં ત્‍યાંથી એક પછી એક ત્રણ મળતદેહો મળી આવ્‍યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મળતદેહોની ઓળખ ગુમ થયેલ ફોરેસ્‍ટ અધિકારીના પરિવારજનો નયનાબેન રબારી અને તેમના બે બાળકો પળથા અને ભવ્‍ય હોવાનું ખુલતા પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠ્‍યા હતા. આ અંગે પોલીસે ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ ખાતા ના અધિકારીઓ પણ બનાવ સ્‍થળે દોડી આવ્‍યા હતા. અને ત્રણેય મળતદેહોને બહાર કાઢી પીએમ માટે હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા.

એક સાથે માતા અને બે બાળકોના મળતદેહ દાટેલી હાલતમાં મળી આવતા આ ઘટના હત્‍યા હોવાની પ્રબળ આશંકા છે. પોલીસે તાત્‍કાલિક ઉચ્‍ચ અધિકારીઓને જાણ કરી હતી અને ડોગ સ્‍ક્‍વોડ તથા FSLની ટીમને પણ ઘટનાસ્‍થળે બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. ત્રણેય મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. પોલીસ હાલમાં આ કેસમાં હત્‍યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે અને પરિવારના સભ્‍યો સહિત આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે.

દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડયે એ ફરિયાદી પતિ જ શંકાના દાયરામાં હોવાનું મીડિયાની સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું .આ બનાવે ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે

(11:53 AM IST)