News of Monday, 17th November 2025
ખંભાળિયા નજીક વિશાળકાય ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
દ્વારકા નજીક કારમાં લઈ જવાતો એક લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જામ ખંભાળિયા, તા.૧૭: માંઝા ગામના પાટીયા પાસેથી જી.જે. ૩૭ ટી. ૪૩૮૭ નંબરના બોલેરો પિકઅપ વાહનમાં માંડવીનો ભૂકો ભરીને કાલાવડથી સિક્કા તરફ જઈ રહેલા દેવરખીભાઈ મેરામણભાઈ પિંડારિયા નામના ૪૫ વર્ષના યુવાનના વાહન સાથે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જીજે ૧૨ એ.ટી. ૯૧૯૧ નંબરના વિશાળકાય પવનચક્કીના તોતિંગ ટર્બાઇન મશીન સાથે જઈ રહેલા ટ્રકના ચાલકે અકસ્માત સર્જતા દેવરખીભાઈનું બોલેરો વાહન રોડની એક બાજુ ઉતરીને એક વીજપોલ સાથે ટકરાયું હતું.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દેવરખીભાઈનું મળત્યુ નિપજ્યું હતું. જ્યારે આ વાહનમાં જઈ રહેલા અન્ય બે મુસાફરો અને રામદેભાઈ રામભાઈ ધૂત અને તેમની પુત્રી મીરાબેન રામદેભાઈ ધૂતને પણ નાનીપ્રમોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મળતકના નાનાભાઈ દેવશીભાઈ મેરામણભાઈ પિંડારિયા (ઉ.વ. ૪૦, રહે. જૂની ફોટ) ની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્થાનિક પી.આઈ. આકાશ બારસીયાના માર્ગદર્શન હેઠળ દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન આ સ્થળેથી નીકળેલી એક સ્વિફ્ટ મોટરકારમાંથી વિદેશી દારૂની ૮૪ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. ૧,૧૨,૮૦૦ ની કિંમતના પરપ્રાંતીય શરાબ અને રૂપિયા પાંચ લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકાર મળી, કુલ રૂ. ૬,૧૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે દ્વારકા તાલુકાના રાંગાસર ગામના ડુંગરભા ગગુભા માણેક નામના ૩૭ વર્ષના શખ્સની અટકાયત કરી, કાર્યવાહી કરી હતી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
