News of Monday, 17th November 2025
કચ્છમાં બાળમરણ ઘટાડવા અને બાળકોની ત્વરિત સારવાર માટે કવાયત તેજ: ૧૦૦ જેટલા તબીબો અને નર્સિસ માટે સંકલિત તાલીમ યોજાઇ
અદાણી જી.કે. જનરલ હોસ્પિ. અને જિલ્લા આરોગ્ય તંત્રના સંકલન સાથે વધુ ૮૦૦ આરોગ્ય કર્મી.ઓને સુસજ્જ કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કચ્છમાં અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવા અને બાળકોને ત્વરિત સારવાર આપવા એક સંકલિત આયોજન ઘડી કાઢવા માટે જિલ્લાના ડોક્ટર્સ અને નર્સિસ બહેનો માટે જી.કે. માં ત્રણ તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા ડોક્ટર્સ અને નર્સિસ બહેનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતાં. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સુધારેલી માર્ગદર્શિકા IMNCI અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીતેશ ભંડારી, ગેઈમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ, અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ટ્રેનિંગમાં આરોગ્ય વિભાગના તમામ તાલીમસજ્જ ડોક્ટર્સ અને કર્મીઓ આગામી દિવસોમાં જિલ્લાના લગભગ ૮૦૦ પાયાના આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપશે.
સમગ્ર જિલ્લાને આવરી લેનાર આ તાલીમને કારણે કચ્છના છેવાડાના ગામ સુધી બાળકોને વિવિધ રોગોમાં સમયસર સારવાર ઉપલબ્ધ બનશે જે બાળ મરણનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બનશે.
આ તાલીમમાં જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી આર.સી.એચ.ઓ. ડો. દિનેશ પટેલ, સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર કીર્તિ કુમાર સીજુ, ગેઈ મ્સના બાળરોગ વિભાગના પ્રોફે. અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. રેખાબેન થડાની, આસિ. પ્રોફે. ડો. યશ્વી દતાણી, કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફે. અને હેડ ડો.શ્રેયસ મહેતા અને આસિ.પ્રોફે ડો. ધારા ચૌધરીએ પ્રશિક્ષક તરીકે સેવા આપી હતી. સમગ્ર મેડિકલ કોલેજ સ્ટાફે તાલીમમાં સહયોગ આપ્યો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
