<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ભાડલાના રાણીંગપર ગામે ગાંજાનું જંગી વાવેતર પકડાયું : ૭૧.૩ર લાખના ગાંજાના છોડ કબ્‍જે

ખેડુત રાયધન સોમાણીએ પોલીસથી બચવા અઢી વિઘામાં તુવેરની વચ્‍ચે ગાંજાનું વાવેતર કર્યુ પણ ભાંડો ફુટી ગયોઃ રૂરલ એસઓજીનો દરોડો : પકડાયેલ રાયધન સોમાણી અગાઉ જુગાર તથા ચોરીના ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ગાંજાના જંગી જથ્‍થા સાથે નજરે પડે છે. 

રાજકોટ, તા., ૧૭: જસદણના ભાડલાના રાણીંગપર ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી વાડીમાંથી ગાંજાનું જંગી વાવેતર ઝડપી લીધું હતું. રૂરલ એસઓજીએ ૭૧.૩ર લાખના ગાંજાના છોડ કબ્‍જે કરી ખેડુતની ધરપકડ કરી છે.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ તથા  પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્‍ય  જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ તથા ગાંજાનું વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્‍સપેકટર  એફ.એ.પારગી તથા પોલીસ સબ ઇન્‍સપેકટર  કે.એમ.ચાવડા તથા એસ.ઓ.જી ના સ્‍ટાફ સાથે જસદણ/ભાડલા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ, વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, રાયધન રત્‍નાભાઈ સોમાણી રહે રાણીંગપર તા.જસદણ વાળાની કબ્‍જા ભોગવટા વાડી(ખેતર) માં માદક પદાર્થ ગાંજાના લીલા છોડ વાવેતર કરેલ હોય, જે હકિકત આધારે રેઇડ કરતા વનસ્‍પતિજન્‍ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ જેનું કુલ વજન ૧૪૨ કિલો ૬૪૦ ગ્રામ જેની કિ.રૂ.૭૧,૩૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ભાડલા પો.સ્‍ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી રાયધન  સોમાણી ધંધો-ખેતી રહે. રાણીંગપર ગામ એ તેના ભાગની અઢી વિઘા જમીનમાં પોલીસથી બચવા તુવેર વચ્‍ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું પણ પોલીસને બાતમી મળી જતા ભાંડો ગયો હતો. પકડાયેલ રાયધને વેચાણ માટે ગાંજો વાવ્‍યાની પોલીસ સમક્ષ કબુલાત આપી છે. તે અગાઉ જુગાર તથા ચોરીના ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના પો.ઈન્‍સ. એફ.એ.પારગી, પો.સબ.ઇન્‍સ. કે.એમ.ચાવડા,  એ.એસ.આઈ. પરબતભાઇ શામળા,  પો.હેડ.કોન્‍સ. શીવરાજભાઈ ખાચર,  પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, મયુરભાઇ વિરડા,  નૈમીષભાઈ મહેતા ચંદુભાઈ પલાળીયા, પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી, ચિરાગભાઇ કોઠીવાર , હિંમતસિંહ પાલ, વિપુલભાઈ ગોહિલ, રામદેવસિંહ ઝાલા, નવદિપભાઈ બાબરીયા, કલ્‍પેશભાઇ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા , ડ્રા.પો.હેડ.કોન્‍સ. નરશીભાઈ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે. 

(11:37 AM IST)