<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ધોરાજીમાં તસ્‍કરો ત્રાટકયાઃ પ્‍લાસ્‍ટીકના કારખાનાઓમાં તોડફોડ- ચોરી

જુદા-જુદા પ્‍લાસ્‍ટીકના કારખાનાઓમાં ચોરી કરનારા ૪ તસ્‍કરો સીસીટીવી ફુટેજમાં કેદઃ પ્‍લાસ્‍ટીક એસોસીએશનના હોદેદારોનો આક્રોશ

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા., ૧૭ : ધોરાજીના જુનાગઢ રોડ ઉપર આવેલ પ્‍લાસ્‍ટીકના જુદા જુદા કારખાનાઓમાં તસ્‍કરોએ તોડફોડ કરીને રોકડની ચોરી કરતા કારખાનેદારોમાં આક્રોશ ફેલાયો છે.

ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ રજવાડી પાણીના કારખાના માં અંદાજી ૧પ હજાર અને તોડફોડ કરી નુકશાન કરેલ બાદમાં ગોકુલ પ્‍લાસ્‍ટીકમાં અંદાજી ૪૦ હજારની ચોરી અને તોડફોડ કરેલ તેમજ નીલેશ પોલીમર્સમાં ભાંગફોડ, મોસમ, મોસમ પ્‍લાસ્‍ટીક ૭૦૦૦ની ચોરી અંદાજી, યુનીક પ્‍લાસ્‍ટીક ૧પ૦૦૦ અંદાજીત, કે.કે.પોલીમર્સમાં ભાંગફોડ અને અર્જુન પ્‍લાસ્‍ટીકમાં ભાંગફોડ તેમજ ઓમ સાંઇ પોલીપેકમાં રૂા. ૩૦ હજારની ચોરી અને તોડફોડ તમેજ જેનરી એન્‍ટરપ્રાઇજમાં ભાંગફોડ તેમજ સુમીત પોલીમસમાં તોડફોડ તેમજ શ્રી ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ભાંગફોડ અને ખોડલ એમ્‍પારમાં તોડફોડની નુકશાની કરી ૧ર જેટલા કારખાનાઓમાં મોટા પાયે ચોરી કરી તોડફોડ કરેલ છે.

આ બનાવની જાણ થતા પ્‍લાસ્‍ટીક એશો.ના હોદેદારો એકઠા થઇ પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરેલ છે. આ તકે પ્‍લાસ્‍ટીક એસો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાએ જણાવેલ કે જુનાગઢ રોડ પર પોલીસ પેટ્રોલીંગ વધારવુ જોઇએ અને તાત્‍કાલીક ચોરોને પકડી સજા કરવી જોઇએ એમ જણાવેલ હતું.

ધોરાજી જુનાગઢ રોડ પર કુલ ૪ ચોર આવેલ જે સીસીટીવીમાં દેખાય છે અને રાત્રે ૧.૩૦ વાગ્‍યાથી ચોરી કરવાનું ચાલુ કરેલ છે અને અમુક જગ્‍યાએ તસ્‍કરોના મોઢા ખુલ્લા દેખાય છે

(11:55 AM IST)