<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

લોઠપુરમાં ૩૦ ગુણી મગફળી ચોરી કરનાર પોરબંદરનો એક સહિત ૪ શખ્‍સો ફોર વ્‍હીલ સાથે ઝડપાયા

 

અમરેલી, તા. ૧૭: એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી.એમ.કોલાદરા રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્‍યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ચાર શકમદ ઇસમોને ફોર વ્‍હીલમાં મગફળી સાથે પકડી પાડી, પકડાયેલ ચારેય ઇસમોની સઘન પુછ પરછ કરતા જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે મગફળીના પાકની ચોરીના ગુનાની કબુલાત આપતા, જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં રજી. થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓઃ (૧) રાહુલભાઇ ઉર્ફે ગઢીયો પાંચાભાઇ વાઘેલા, ઉ.વ.૨૫, રહે.બર્બટાણા, પ્રાથમીક શાળાની સામે, તા.રાજુલા, (૨) મુનાભાઇ કનુભાઇ પરમાર, ઉ.વ.૨૧, રહે. હાલ પોરબંદર, સીલ્‍વર સ્‍ટાર કંપનીમા, તા.જિ.પોરબંદર મુળ રહે.લોઠપુર, શ્‍યામવાડી, તા.જાફરાબાદ, (૩) સાગરભાઇ રામભાઇ પરમાર, ઉ.વ.૩૦, રહે.લોઠપુર, (૪) ગોપાલભાઇ રામભાઇ પરમાર, ઉ.વ.૨૦, રહે.લોઠપુર પાસેથી (૧) મગફળી ૮ મણ જેની કિં.રૂ.૮,૦૦૦/-, (૨) એક મારૂતી સુઝુકી કંપનીની ઇકો ફોરવ્‍હીલ જેના રજી. નં. જીજે-૨૭-ટીટી-૩૦૩૩ કિં.રૂ.૩,૦૦,૦૦૦/-  મળી કુલ કિં.રૂ.૩,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે. વિસેક દિવસ પહેલા રાત્રીના આશરે બેએક વાગ્‍યાના અરસામાં લોઠપુર ગામે ઇકો ફોરવ્‍હીલ સાથે ચારેય ઇસમો આવેલા અને ત્‍યાં આવેલ એક ઓરડીનું તાળુ તોડી મગફળીના પાકની આશરે ૩૦ ગુણીની ચોરી કરી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. આર.એચ. રતન તથા  હેડ કોન્‍સ. જયેન્‍દ્રભાઇ બસીયા, ગોકુળભાઇ કળોતરા, મહેશભાઇ રાઠોડ, જનકભાઇ હિમાસીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ વાળા, પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.

(12:08 PM IST)