<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ભેંસાણના છોડવડીમાં પોણા બે લાખના ૮૪૦ ટિન બિયર સાથે બે ઝડપાયા

 

જૂનાગઢઃ ગાંધીગ્રામમાં રહેતા રાજુ ગોગન શામળા, ચના રાણા મોરી, રૂત્‍વીક ભીમા કોડિયાતરએ ભાગીદારીમાં ગે.કા. રીતે ગુજરાત રાજ્‍યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો મંગાવી શોભાવડલા થી નાનીપીંડાખાઈ ગામ તરફ જતા રસ્‍તે શોભાવડલા ગામની સીમની પડતર જગ્‍યામાં કટીંગ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા  વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા તમામ મુદામાલ કબ્‍જે કરી (૧) રાજુ ગોગનભાઇ શામળા ઉ.વ.૩૫, ધંધો. ડ્રાઇવીંગ રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ સિંધી સોસાયટી, શેરી નં.૩ (૨) ચંદુભાઇ વશરામભાઇ સરધારા, ઉ.વ.૫૧, ધંધો. ખેતી રહે.છોડવડી, તા.ભેંસાણ ને ઝડપી લીધા હતા. જયારે (૩) ચના રાણા મોરી (૪) રૂત્‍વિક ભીમાભાઇ કોડિયાતર (૫) વિપુલ મૈયાભાઇ કોડિયાતર રહે.જુનાગઢ, ગાંધીગ્રામ ફરાર થઇ ગયા હતા. આરોપીઓ પાસેથી ૮૪૦ ટીન બિયર કિંમત રૂ.૧ લાખ તથા મો.ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/ રોકડ રૂ.૨૦૦/, ફોર વ્‍હિલ કાર-૧ કિં.રૂ.૫,૦૦,૦૦૦/ મળી. ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કે. એમ. પટેલ તથા પો.સબ.ઇન્‍સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા પો. હેડ કોન્‍સ. વનરાજસિંહ ચુડાસમા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સીસોદીયા, ચેતનસિંહ સોલંકી, ગવરાજસિંહ અહાડા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:11 PM IST)