<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

લીલીયા તાલુકાનાં ગામોમાં ૩૦ કરોડના વિકાસકાર્યોનું મહેશ કસવાલાના હસ્‍તે ભુમિપૂજન

૧૬ કરોડના ખર્ચે ખારા-પાંચ તલાવડા ગામના માર્ગની પહોળાઇ-નવીનીકરણ માટે કામગીરી કરાશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૭: લીલીયા તાલુકાના અલગ અલગ ગામોમાં સરકારશ્રી વિવિધ યોજનાઓને લઈ ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું જેમાં સલડી ખાતે પુર સરક્ષણ દિવાલ ના કામનું ૨૪ લાખ જેવી માતબર રકમ થી પુરૂ સરક્ષણ દિવાલ નું ભૂમિ પૂજન કરાયું તેવી જ રીતે બોડીયા ખાતે ગેબીએન પુર સરક્ષણ દિવાલ જે ૪૮ લાખ જેવી માતબર રકમ ની બનવા જઈ રહી હોય ત્‍યારે તેમનું ભૂમિ પૂજન પણ ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા દ્વારા કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ ખારા, પાંચ તલાવડા,નાના કણકોટ ના પાટીયા સુધીના સાત મીટર પહોળાઈ વાળા રોડ અને વચ્‍ચે આવતા નાળા પુલિયા ના નવીનીકરણ માટે રૂપિયા ૧૬ કરોડ જેવી મતબર રકમના કામનું ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા ના વરદ હસ્‍તે ભૂમિ પૂજન કરાયું ત્‍યારબાદ લીલીયા તાલુકાના ક્રાંકચ નજીક શેત્રુંજી નદી પર ક્રાકચ થી કેરાળા જવા માટે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવ નિર્મિત થનાર બ્રિજનું ભૂમિ પૂજન ધારાસભ્‍ય ના વરદસતે કરવામાં આવેલ આ પુલ નું નિર્માણ કાર્ય પૂર્ણ થતા ક્રાંકચ થી અવારનવાર કેરાળા, સાવર કુંડલા, વંડા જનાર વાહન ચાલકોને મોટો ફાયદો થશે સાથે સાથે ક્રાંકચ ગામના ખેડૂતોની હજારો વીઘા ખેતીની જમીન શેત્રુંજી નદીના સામે કાંઠે આવેલ હોય તે ચોમાસા દરમિયાન શેત્રુંજી નદીમાં વરસાદી પાણી ની પુષ્‍કળ આવક ના લીધે ખેડૂતને પોતાના ખેતી કામો માટે જવામાં ખૂબ જ મુશ્‍કેલીનો સામનો કરવો પડતો બ્રિજ બન્‍યા બાદ સ્‍થાનિક ખેડૂતોને પણ મોટી રાહત મળશે જેને લઈ વિસ્‍તારના લોકો માટે સરકારશ્રી માંથી વિવિધ યોજનાઓના લાભ આપવામાં અગ્રેસર રહેતા ધારાસભ્‍યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ ઝીંઝુવાડીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા,ચતુરભાઈ કાકડીયા ભનુભાઈ ડાભી, કાનજીભાઈ નાકરાણી, રાશિભાઈ ડેર, બાબુભાઈ ધામત, અરૂણભાઇ પટેલ હિતેશ પરમાર, ધીરુભાઈ ખુમાણ, હસમુખ પોલરા કિશોરભાઈ ગરાણીયા,પરેશ પહાડા ભીખાભાઈ ધારૈયા સહિતના તાલુકા પંચાયત સદસ્‍યો વિવિધ સેલ મોર્ચા ના હોદ્દેદારો આ તકે ઉપસ્‍થિત રહેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.

(12:15 PM IST)