<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

વિસાવદરમાં છ લાખાના દારૂ સાથે બે શખ્‍સો ઝડપાઇ ગયા

 

 જૂનાગઢના જૂનાગઢ તા.૧૭: ગાંધીગ્રામમાં રહેતા રાજુ ગોગન શામળા, ચના રાણા મોરી, રૂત્‍વીક ભીમા કોડિયાતરએ ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્‍થો મંગાવી શોભાવડલા થી નાનીપીંડાખાઈ ગામ તરફ જતા રસ્‍તે શોભાવડલા ગામની સીમની પડતર જગ્‍યામાં કટીંગ કરે છે જે હકીકત આધારે  તપાસ કરતા વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા (૧) સુનીલ ભીમાભાઇ કોડીયાતર, ધંધો.ખેતી રહે.  ગાંધીગ્રામ ગ્રોફેડ મીલ પાસે, નેસ વિસ્‍તાર (૨) કારાભાઈ નગાભાઇ સિંઘલ,  ધંધો મજુરી રહે. સીંધી સોસાયટી શેરી નં.૫ને ઝડપી પાડેલ. જયારે (૩) રાજુ ગોગનભાઇ શામળા  (૪) ચના રાણા મોરી  (૫) રૂત્‍વિક ભીમાભાઇ કોડિયાતર  (૬) લાખા પુના રબારી રહે.  પંચેશ્વર ફરાર થઇ ગયા હતા.  આ આરોપીઓ પાસેથી ૧૯૫૬ બોટલ  દારૂ કિંમત રૂા. ૫,૯૫,૬૮૦ તથા  મો. ફોન.-૨કિ.રૂા. ૨૦.૦૦૦/- રોકડ રૂા. ૯૭૦ મળી. કુલ મુદામાલ કિંમત રૂા. ૬,૧૬,૬૫૦નો માલ કબ્‍જે કરેલ છે. ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કે. એમ. પટેલ તથા પો.સબ.ઇન્‍સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા પો. હેડ કોન્‍સ. વનરાજસિંહ ચુડાસમા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સીસોદીયા, ચેતનસિંહ સોલંકી, ગવરાજસિંહ અહાડા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે

(12:16 PM IST)