News of Monday, 17th November 2025
શિયાળામાં હૃદય રોગનું જોખમ વધે છે
પોરબંદર હેલ્થ એજયુકેશન ટ્રસ્ટના રામદેવભાઇ મોઢવાડિયા દ્વારા આરોગ્ય માર્ગદર્શન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૭: શિયાળો શરૂ થઈ ચુકયો છે ત્યારે આ સમયગાળા દરમિયાન હૃદય રોગના હુમલાના બનાવો વધે છે તેથી તેનાથી બચવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપતા પોરબંદરની સામાજિક અને લોકોના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,શિયાળાની ઋતુમાં તાપમાન ઘટવા સાથે હૃદયરોગના હુમલા (હાર્ટ એટેક) અને સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તબીબી નિષ્ણાંતો અનુસાર, ઠંડુ વાતાવરણ શરીર પર સીધી અસર કરે છે,ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે બ્લડપ્રેશર અચાનક વધી જાય છે.આ સ્થિતિમાં હૃદયને લોહી પંપ કરવા માટે વધારાનો શ્રમ કરવો પડે છે.વળી, શિયાળામાં લોહી ઘટ્ટ થવાની અને લોહીના ગઠ્ઠા બનવાની સંભાવના પણ વધે છે, જે હાર્ટ એટેક માટે મુખ્ય જોખમી પરિબળ છે. તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.
શારીરિક ફેરફારો ઉપરાંત, શિયાળાની બદલાયેલી જીવનશૈલી પણ આ જોખમ વધારે છે.ઠંડીને કારણે શારીરિક પ્રવળત્તિમાં ઘટાડો, વધુ પડતો ચરબીયુક્ત, ગળ્યો અને મીઠાવાળો ખોરાક (કમ્ફર્ટ ફૂડ), અને વહેલી સવારે ઠંડીમાં અચાનક વધુ પડતો શ્રમ (જેમ કે કસરત કે ભારે કામ) હૃદય પર અણધાર્યો બોજ નાખે છે.વરિષ્ઠ નાગરિકો, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયના જુના દર્દીઓએ આ ઋતુમાં ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે. તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ આરોગ્ય માર્ગદર્શનમાં પ્રકાશ ફેંકયો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
