<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

પોરબંદરના લેખક ભાવનાબેન ઓડેદરાના ‘‘ટ્રાન્‍સફોર્મ યોર લાઇફ''પુસ્‍તકનું વિમોચન

પોરબંદર, તા. ૧૬૭: ગુજરાત રાજ્‍યના વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે લેખિકા ભાવનાબેન ઓડેદરાના ‘ટ્રાન્‍સફોર્મ યોર લાઈફ' (તમારૂ જીવન પરિવર્તિત કરો) પુસ્‍તકનું પોરબંદર હોટલ ફર્ન ખાતે વિમોચન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે પુસ્‍તકના મુખ્‍ય તત્ત્વો, યુવાપેઢી માટે માર્ગદર્શક બની શકે તેવા વિચારો અને આજના સમયમાં વધી રહેલી મોબાઇલ તથા સોશિયલ મીડિયા આધારિત જીવનશૈલીમાંથી છટકીને જીવનમાં આગળ વધવા માટેના માર્ગદર્શનમાં સમાવિષ્ટ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો.

જેસીઆઇ ફાઉન્‍ડર, રેડ ક્રોસ સોસાયટી ચેરમેન, નવરંગ સાહિત્‍ય કલાના પ્રમુખ શ્રી લાખનશીભાઈ ગોરાણીયા ડોક્‍ટર સર્વે શ્રી કૌશિક પરમાર,ડો ભાવેશ પરમાર,ડો.કેશુ મોઢવાડીયા,ડો.સ્‍નેહલ જોશી,ડો.ચિરાગ જાદવ ,ડો જયેશ ડાભી,ડો.યેશા શાહ,ડો.જયદીપ શાહ અને જાણીતા સાહત્‍યકાર શ્રી દુગેશ ઓઝા સહિતના મહાનુંભાવો  પુસ્‍તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યાં હતા. 

(1:18 PM IST)