News of Monday, 17th November 2025
પોરબંદર પાયોનિયર કલબ દ્વારા એકતા પદયાત્રાનું સ્વાગત : મનસુખભાઇ અને અર્જુનભાઇનું અભિવાદન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ : સરદાર પટેલની ૧પ૦ મી જયંતીએ અવસરે એકતા પદયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રેલ્વે સ્ટેશન સર્કલ ખાતે સમાપ્ત થયું હતું. પદયાત્રા દરમિયાન સાગરપુત્ર સમન્વય, પાયોનિયર ક્લબ પોરબંદર તથા ગ્રીન પ્રોજેક્ટ ટીમ દ્વારા પેરેડાઈઝ સિનેમા ફુવારા સર્કલ ખાતે ઢોલ-શરણાઈ,ફટાકડા ની આતશબાજી અને રાસ-ગરબા સાથે ૧૦૦૦ થી વધુ ભાઈ-બહેનો દ્વારા પોરબંદરનું શ્રેષ્ઠ અને ભવ્યાતી સ્વાગત આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા તથા કેબિનેટ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાનો સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર ક્લબ પોરબંદર ના પ્રમુખ, સમાજસેવક ખારવા સમાજના અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા તથા ગ્રીન પોરબંદર પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર દ્વારા ફૂલહાર પહેરાવી સન્માનિત સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાગરપુત્ર સમન્વયની મહિલા પ્રમુખ મતી લીલાબેન મોતીવરસ, પાયોનિયર ક્લબ પોરબંદર લેડીઝ વિંગની પ્રેસિડન્ટ મતી ક્રિષ્નાબેન ઠાકર, સેક્રેટરી મતી દીપ્તિબેન રાયમગિયા તથા લેડીઝ વિંગની સભ્ય બહેનોએ ચંદન-આરતી અને પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ સફેદ ફુગ્ગા આકાશમાં છોડીને વિશ્વમાં શાંતિનો સંદેશો પાઠવ્યો હતો.
આ પદયાત્રામાં સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ, ખારવા સમાજના માજી વાણોટ હરજીવનભાઈ કોટીયા, જયેન્દ્રભાઈ ખુંટી, કેતનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મહેતા, ધર્મેશભાઈ પરમાર, સંજય લોઢારી, મહેન્દ્રભાઈ જુંગી, અલ્પેશભાઈ મશરૂ, કિરીટભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા. લેડીઝ વિંગની લીલાબેન મોતીવરસ, ક્રિષ્નાબેન ઠાકર, દીપ્તિબેન રાયમગિયા, નીલાબેન થાનકી, ચેતનાબેન થાનકી, ખ્યાતિબેન લોઢારી, જુલીબેન દાવડા, મનીષાબેન મોનાણી સહિતના અનેક સભ્યોએ પદયાત્રાના સ્વાગતમાં સહભાગીતા દર્શાવી હતી.
સરદાર સાહેબના અખંડ રાષ્ટ્રવાદ, એકતાના સંદેશ અને જનજાગળતિના સંકલ્પ સાથે યોજાયેલી આ યુનિટી માર્ચ પોરબંદરમાં જનસમૂહને ઉત્તેજિત અને પ્રેરિત કરતી સાબિત થઈ હતી.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા તથા કેબિનેટ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર ક્લબ પોરબંદર સંસ્થાને તેમની સમાજસેવા બદલ પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ને અભિનંદન આપ્યા હતા.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
