News of Monday, 17th November 2025
અદાણી કંપની ની દાદાગીરી સામે ખેડૂતોમાં આક્રોશ: ભારતીય કિસાન સંઘએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું: જુઓ વિડીયો
સરકાર ખેડૂતોની રજૂઆત પરત્વે સંવેદનશીલ બને એવી કિસાન સંઘે વારંવાર રજૂઆતો કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર ખેતરમાંથી વીજ ટ્રાન્સમિશન લાઈન પસાર કરાઈ રહી છે. વળતર આપ્યા વગર ખેડૂતોની સમંતિ વગર તેમના ખેતરમાં ઘૂસી અદાણી કંપની દ્વારા વીજ ટાવર ઉભા કરવા અંગે કંપનીની દાદાગીરી સામે ખેડૂતો ત્રણ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. ખેડુતોને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર પોલીસ બંદોબસ્ત રાખી કંપની વીજપોલ નાખવાની કામગીરી કરી રહી છે. ત્યારે તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન હટાવવા કિસાન સંધની માંગ કરી છે. ભારતીય કિસાન સંધ વતી લડત સમિતિના કન્વીનર અને પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ ખેડૂતો ઉપર પોલીસ દ્વારા દમન કરાતા દમનને વખોડી તંત્રને ખેડૂતોની વ્યથા સમજવા જણાવ્યું હતું. સરકાર ખેડૂતોની રજૂઆત પરત્વે સંવેદનશીલ બને એવી કિસાન સંઘે વારંવાર રજૂઆતો કરી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
