News of Monday, 17th November 2025
દ્વારકાના ભાણવડના ફતેપુર પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો
ફતેપુરના પાટિયા પાસે મગફળી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે વીજ વાયરને અડકતાં અચાનક આગ લાગી

દેવભૂમિ દ્વારકાના ભાણવડના ફતેપુર પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો. ભાણવડ તાલુકાના ફતેપુરના પાટિયા પાસે મગફળી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે વીજ વાયરને અડકતાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ભાણવડ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ટ્રક તથા તેમાં ભરાયેલી મગફળી બંનેને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. એપીએમસી ખાતેથી ટેકાના ભાવે વેચાયેલ મગફળીને ભરીને લઈ જતા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે..
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
