News of Tuesday, 18th November 2025
ગિરનાર પર્વત ટાઢોબોળ ૭.૮ ડીગ્રી, નલીયા ૧૦.પ, અમરેલી ૧૧.૬
ધીમે-ધીમે જુદા જુદા શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડોઃ લોકો તાપણા અને ગરમ વસ્ત્રોના સહારે

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર વધી છે. આજે ગિરનાર પર્વત ઉપર ૭.૮ ડીગ્રી, કચ્છના નલીયામાં ૧૦.પ, રાજકોટમાં ૧ર.૧ ડીગ્રી, અમરેલીમાં ૧૧.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. આજે સવારે જુનાગઢ સહિત સોરઠભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. પેલા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજે લઘુતમ તાપમાન વધુ નીચે ઉતરી ગયું હતું તેના પરિણામે લોકોએ તીવ્ર ઠંડી અનુભવી હતી.
આજે સવારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને ૭.૮ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
જુનાગઢ શહેરમાં સવારે ૧૧.૮ ડિગ્રી ઠંડી રહેતા જનજીવનને અસર થઈ હતી. સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. બીજી તરફ આજે સવારે પવનની ઝડપ વધીને ૨.૮ કિલોમીટરની થઈ જતા વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ ૧૩, મહત્તમ ૩૦, ભેજ પ૧ ટકા અને પવનની ગતિ ૩.પ કિ. મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ગોહીલવાડ પંથકમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે મંગળવારે ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ઘટીને ૧પ.૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૪ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી. (પ-૧ર)

(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
