News of Tuesday, 18th November 2025
દેવભૂમી દ્વારકા જીલ્લામાં દારૂના દુષણ સામે પોલીસની કાર્યવાહીઃ ઉંટ ઉપર માલીક વગર હેરાફેરી
દેશી-વિદેશી દારૂનું દુષણ ડામવા પોલીસની કડક કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૮: દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડના ઉત્સાહી તથા બાહોસ પી.આઇ. કે.બી. રાજવીએ દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂના દુષણ સામે ખાસ ઝુંબેસ ચલાવી છે.
અંગ્રેજી દારૂ બહારથી આવતો હોય સધન ચેકીંગ તથા પગલાથી આ દારૂ આવતો અટકી ગયો પણ ભાણવડના બરડા ડુંગરમાં ઠેરઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય રોજ ખાસ ઝુંબેસ સાથે ઢગલાબંધ ચાલુ ભઠીઓ પકડીને આ ‘ગૃહ ઉદ્યોગ' જેવા ધંધા સામે આયોજન પૂર્વક પગલા લેવા શરૂ કર્યા છે.
ભાણવડના બરડા ડુંગરમાં નવા ટુવ્હીલર કે પોલીસની જીપ પણ ના પહોંચે તેવા દુર્ગમ પહાડી રસ્તાઓ પર થઇ ને જતી જગ્યાઓ પર દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવાય છે તથા આ માલના વાહક છે ઉંટ !!
સામાન્ય રીતે ઉંટને રેતીનું વહાણ કહેવાય છે પણ બરડા ડુંગરમાં ઉંટનો ઉપયોગ દારૂની સપ્લાયમાં થાય છે અને તે પણ કોઇ માધ્યમ વગર !!
ઉંટની પીઠ પર દેશી દારૂની કોથળીયોનો જથ્થો જે ગ્રાહકને મોકલવાનો હોય તેને લાદીને ઉંટને મોકલવા સત્તા કરતા ઉંટ જથ્થો લઇને ગ્રાહકના ઘેર ખેતી વાડીએ પહોંચી જાય છે!!
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
