તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 19th November 2025
ખાંભા શીવમ જવેલર્સની દુકાને વૃધ્ધ સાથે ૨ લાખ છેતરપીંડી
ખાંભાના ભાણીયા બ્રાન્ચ પોસ્ટ માસ્તરે એક લાખ ઉપરાંતની રકમની ઉંચાપત કરી

અમરેલી તા.૧૯: ખાંભામાં શીવમ જવેલર્સની દુકાને જીવાભાઈ વાઘાભાઈ વાઢેર ઉ.વ.૭૦ રહે.મોટા બારમણવાળાને રૂ. ૮૦,૦૦૦ તથા તા. ૨૭-૫ ના રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨, ૩૦,૦૦૦ જીવાભાઈ પાસેથી સોનીએ બદદાનતથી પડાવી છેતરપીંડી કરી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ભાણીયા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં પારસકુમાર જસુભાઈ ગજેરા બ્રાન્ચ પોસ્ટ માસ્તર (એબીપીએમ)ખડાધાર બીઓ હાલ એટેચ ભાણીયાણ બી.ઓ.)રહે. રાભડા તા. રાજુલાવાળાએ સરકારી કર્મચારી તરીકે કાર્યરત હોય.અને ફરજ દરમ્યાન પોસ્ટ ઓફીસની ખુલતી સિલકના તેમની પાસે નીકળતા નાણા કુલા રૂ. ૧,૦૨,૩૧૬ રજુ કરવાના બદલે તેણે પોતાના અંગત ઉપયોગમાં વાપરી સરકારી નાણાનો દુરવિનિયોગ કરી ઉંચાપત કરી ગુનો કર્યાની મુળ હરીયાણા હાલ ધારીનજી સબડિવિઝન ઈસ્પેકટર પોસ્ટ સજજનકુમાર લીલુરામ દ્વારા ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલાના દેવકા ગામે સીમમાં પ્રૌઢને હડધુત કરી ધમકી આપી
દેવકા ગામે માયાભાઈ સોમાભાઈ ચૌહાણ ઉ.વ.૫૫ તા. ૧૭-૧૧ના બપોરના રાજુલાથી પોતાના ઘરે આવતા હતા.તે વખતે દેવકા ગામે તેમની વાડી ખેતરમાં એક ટ્રેકટર ખુતી ગયેલ હાલતમાં જોયેલ.અને બીજા બે ટ્રેકટર બાજુમાં પડેલ હોય.વાડી ખેતરના તાર ફેન્સીંગ પણ તુટી ગયેલ હોય.જેથી માયાભાઈએ સામાંત નગાજણભાઈ વાવડીયાને ઠપકો આપતા સામંત તથા હીપા રાણીંગભાઈ વાવડીયાએ ગાળો બોલી હડધુત કરી માયાભાઈ સોમાભાઈ ચૌહાણને કહેલ કે પોલીસ ફરિયાદ કરીશ તો જામીન આપીને છુટીને આવ્યા બાદ ટાટીયા ભાંગી નાખી માયાભાઈ તથા તેના પરીવારજનોને જાનથી મારી નાખવાની ઘમકી આપી પોતાના ટ્રેકટરને માયાભાઈની માલિકીની વાડીમાં ગેરકાયદેસર રીતે પુછયા વગર ચલાવીને તારફેન્સીંગ તોડી પાંચ હજારનું નુકશાન કરી ગુનો કર્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
