News of Wednesday, 19th November 2025
સાવરકુંડલા એ.પી.એમ.સી.માં મગફળી ખરીદ કેન્દ્રની સંઘાણી, માલાણી દ્વારા મુલાકાત

સાવરકુંડલાઃગુજકોમાસોલ ગાંઘીનગર ને નોડલ એજન્સી તરીકે કામગીરી સોંપેલ છે. ગુજકોમાસોલના ચેરમેન અને રાષ્ટ્રીયક્ષેત્રે સહકારી નેતળત્વ સંભાળી રહેલા દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે સાવરકુંડલા એ.પી.એમ.સી.માં ટેકાના ભાવે ખરીદીની લોકલ એજન્સી તરીક સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને શ્રી અમરેલી ખેડુત ઉત્પાદક અને રૂપાંતર સહ. મંડળી (FPO)ને કામગીરી સોંપતાથી સાવરકુંડલા એ.પી.એમ.સી.માં ટેકાના ભાવથી મગફળી ખરીદવાની કામગીરી ચાલે છે. જેની મનીષભાઇ સંઘાણી- પ્રમુખશ્રી અમરેલી ખેડુત ઉત્પાદક અને રૂપાંતર સહ. મંડળી (FPO) અને જિલ્લા સહકારી સંઘ અમરેલી તથા દિપકભાઇ માલાણી- ચેરમેન સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને વા.ચેરમેન અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ. બન્ને સંસ્થાના ચેરમેન ઓએ રૂબરૂ મુલાકાત લઇ ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવેલ ખેડુતો સાથે ચર્ચા કરી કામગીરીનું નિરીક્ષણ કરેલ. સાથે ગુજકોમાસોલના અઘિકારી રાજાભાઇ બારડ, હેનીસભાઇ રામાણી, સંસ્થાના પ્રતિનીઘીશ્રી ભાવેશભાઇ સંઘાણી, રાજુભાઇ માલાણી, સતીષભાઇ મહેતા અને સ્ટાફગણ, મજુરભાઇઓ ઉપસ્થિત રહેલ.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
