<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કચ્‍છના મુન્‍દ્રામાં હીટ એન્‍ડ રનમાં યુવાન બાઈક ચાલકનું મોત

મોટા કપાયાથી શક્‍તિનગર વચ્‍ચે અકસ્‍માતમા ટ્રેઇલરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક દિલાવરસિંહ જાડેજાનું કરૂણ મોત નીપજ્‍યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: રાજ્‍યમાં વધતા જતા માર્ગ અકસ્‍માતો ચિંતાનું કારણ બની રહ્યા છે. હીટ એન્‍ડ રનના બનાવો વચ્‍ચે કચ્‍છના મુન્‍દ્રામાં ટ્રેઇલર ચાલકે એક યુવાનનો ભોગ લીધો છે.

મોટા કપાયાથી શક્‍તિનગર વચ્‍ચે બનેલા અકસ્‍માતના બનાવમાં ટ્રેઇલરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ૩૨ વર્ષીય દિલાવરસિંહ ચંદ્રસિંહ જાડેજાનું કરુણ મોત નીપજ્‍યું હતું. અરેરાટી સર્જનાર આ બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(10:47 AM IST)