News of Thursday, 20th November 2025
રપ નવેમ્બર આસપાસ વાવાઝોડુ ‘સેન્યાર' બનશેઃ સ્કાયમેટ
વાવાઝોડાનું નામ ‘સેન્યાર' યુએઇ દ્વારા અપાયું

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૨૦ : ‘અકિલા'ના ગઇકાલના અહેવાલ બાદ આજે સ્કાયમેટ દ્વારા ‘સેન્યાર' વાવાઝોડું આકાર લેશે. રર નવેમ્બરના બંગાળની ખાડીમાં લો પ્રેશર બાદ તે વેલમાર્ક લો પ્રેશર, ડીપ્રેશન-ડીપ ડીપ્રેશન કેટેગરીએ પહોંચી તા.રપ નવેમ્બરની આસપાસ આ સીસ્ટમ વાવાઝોડુ બને તેવી સંભાવના સ્કાયમેટના વીપી મહેશે પલાવત દ્વારા આજે વ્યકત કરાઇ છે. જો કે આ સીસ્ટમ ઉતર તરફ પુર્વોત્તર રાજયો તરફ રીકર્વ કરશે કે પછી તેનો ટ્રેક ઉત્તર પヘમિ દિશાએ દેશના મધ્ય ભાગે પહોંચશે? સીસ્ટમના ટ્રેક અંગે અત્યારથી કહેવુ અનુચિત ગણાશે તેમ જણાવતા મહેશ પલાવત વધુમાં ખે પણ જણાવે છે કે ‘મોન્થા' બાદનું આ વાવાઝોડાનું નામ ‘સેન્યાર' નામ કરણ યુએઇ દ્વારા કરાયું છે. સંભવીત વાવાઝોડાનો ટ્રેકનો આધાર ઉતર પુર્વના રાજયો આસપાસ રચાનાર એન્ટી સાયકલોનનું લોકેશન કયા સ્થાને રહે છે? તેના પર આધારીત રહે છે.
આ સીસ્ટમ વધુ મજબુત બનવાની સંભાવના હવે આઇએમડી દ્વારા પણ દર્શાવાઇ રહી છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
