<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જૂનાગઢઃમાં મોડી રાત્રે BLOની કામગીરીને લઈને હોબાળો

રાત્રિના સમયે ઇન્ટરનેટની સ્પીડ સારી મળતી હોવાથી ઝડપથી કામગીરી પૂરી કરી શકાય તેવું કારણ

જૂનાગઢમાં મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા મોડી રાત્રે કામગીરી માટે બોલાવવા બદલ હોબાળો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા BLO ને પ્રાંત કચેરી ખાતે રાત્રે બોલાવવામાં આવ્યા હતા, જેનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે ઇન્ટરનેટની સ્પીડ સારી મળતી હોવાથી ઝડપથી કામગીરી પૂરી કરી શકાય. જોકે, આ મોડી રાતની કામગીરીને લઈને BLO તરફથી ભારે વિરોધ અને નારાજગી જોવા મળી હતી.

(1:04 AM IST)