News of Friday, 21st November 2025
દેવભુમી દ્વારકા જીલ્લામાં ૧ લાખ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી
ટોકન આપીને સેમ્પલ મેળવીને ખરીદી કરાય છે : જીલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૧: જિલ્લાના ખેતીવાડી અધિકારી શ્રી સ્નેહલ ડઢાણીયાએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં કુલ બાર ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોમાં વીસ હજાર કવીન્ટલ એટલે કે એક લાખ મણ મગફળીની ખરીદી થઇ છે.
રજીસ્ટ્રેશન થયેલ ખેડુતોને મગફળી વેચવા આવવા માટે મેસેજથી જાણ કરાય છે તથા તે પછી આવે ત્યારે તેમને ટોકન આપી મગફળીનું સંપલ લેવામાં આવે છે. તે પછી પેકીંગ વજન કરીને માલ ટ્રાન્સપોર્ટ દ્વારા વેરહાઉસમાં મોકલવામાં આવે છે.
ટેકાના સ્થળે ખેડૂતો ઉમટતા હોય કંઇ ગરબડ ના થાય તે માટે દરેક કેન્દ્રો પર સી.સી.ટી.વી તથા પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યા છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
