તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
કારીયાણીના બે શખ્સો કારમાં બિયર લઇ જતા ઝડપાયા

અમરેલી તા. ર૧ :.. એક ક્રેડા કાર ગેરકાયદેસર ભારતીય બનાવટનો બિયરનો જથ્થો ભરી ચીતલ ગામ તરફથી અમરેલી બાજુ આવે છે અને આ કાર નાના માચિયાળા ગામ પાસે આવેલ બાયપાસ રોડ ઉપરથી પસાર થનાર છે અને તે ક્રેટા કાર આગળ એક સ્વીફટ કાર પાયલોટીંગ કરી રહેલ છે. જે બાતમી આધારે એલસીબી ટીમ વોચમાં રહી ત્રણ ઇસમોને બન્ને કાર તથા બિયરના જથ્થા સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા બિયરનો જથ્થો તથા વાહન સહિતનો મુદામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી (૧) કરણ વલકુભાઇ ખાચર, (ર) મયુર જગુભાઇ પટગીર રહે. કારીયાણી, તા. જિ. બોટાદ પાસેથી બિયરના ટીન નંગ ૬૪૮, પેટી નંગ ર૭ જેની કુલ કિ. ૬૭,પ૬૦ તથા (ર) રોકડા રૂા. ૭૩,પ૦૦ તથા (૩) એક હુંન્ડઇ કંપનીની ક્રેટા કાર જીજે-૩૩-એફ. ૯૯૩૬ કિ. રૂા. ૭,૦૦,૦૦૦ તથા (૪) એક મારૂતિ કંપનીની સ્વીટ કાર જીજે-૩૩-એફ. ૪૦૦૦ કિ. રૂા. ૩,પ૦,૦૦૦ (પ) મોબાઇલ ફોન નંગ-૪ કિ. રૂા. ૬ર,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૧ર,પ૩,૦૬૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી. બી. પોલીસ ઇ. વી. એમ. કોલાદરા તથા પો. સ. ઇ. કે. ડી. હડીયા તથા પો. સ. ઇ. એમ. ડી. ગોહિલ તથા પો. સ. ઇ. આર. એચ. રતન તથા એ. એસ. આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા, તથા હેડ કોન્સ. મહેશભાઇ મુંધવા, ગોકુળભાઇ કળોતરા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ તથા પો. કો. શિવરાજભાઇ વાળા, રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
